ઉત્તર પ્રદેશનાં સીએમ યોગી આદિત્યનાથ પર આતંકીઓ હુમલા કરવાની ફીરાકમાં છે. ગુપ્તચર એજન્સીઓનાં અહેવાલો અનુસાર આતંકવાદીઓ પત્રકાર બની ગોરખનાથ મંદિરમાં સીએમ યોગી આદિત્યનાથ પર હુમલો કરી શકે છે. જેને ધ્યાને લેતા ગોરખનાથ મંદિરની સુરક્ષા કડક કરવામાં આવી છે.
ગુપ્તચર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓ પત્રકાર બનીને ગમે ત્યારે સીએમ યોગી આદિત્યનાથને નિશાનો બનાવી શકે છે. આવી સ્થિતિમાં હવે ગોરખનાથ મંદિરની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે. હવે ગોરખનાથ મંદિરની મુલાકાત લેતા પત્રકારોની સઘન તપાસ કરવામાં આવશે. ફક્ત આવા જ પત્રકારો મંદિરની અંદર જઇ શકશે, જેની પરવાનગી હશે, તેમની પાસે પોલીસ દ્વારા જારી કરાયેલું ઓળખકાર્ડ પણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે, ગોરખપુર પોલીસે પત્રકારોનાં ફોટો આઈડી કાર્ડ બનાવવાનું શરૂ કરી દીધુ છે. ગોરખનાથ મંદિરની અંદર જવા માટે પત્રકારોએ આ ફોટો આઈડી સાથે રાખવા જરૂરી છે.
આ પહેેલા સામે આવ્યુ હતુ કે, લખનઉ કોર્ટમાં વકીલો પર બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જ્યા વકીલો મોટી સંખ્યામાં ઘાયલ થયા હતા. સૌથી મોટી વાત તો એ છે કે, જો કોર્ટ પરિસરમાં બોમ્બ બ્લાસ્ટ થઇ શકતો હોય ત્યારે ગુપ્તચર અહેવાલો દ્વારા સીએમ યોગી આદિત્યનાથ પર આતંકી હુમલાને ગંભીરતાથી લેવો જરૂરી છે. જો કે માહિતી મળ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
