US-Iran War Update: છેલ્લા બે દાયકામાં અમેરિકાને ક્યારેય ન પડ્યો હોય તેવો મોટો ફટકો ઈરાને આપ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈરાની (Iran) મીડિયાના દાવા મુજબ, ઈરાને અમેરિકાના બે શક્તિશાળી લડાકુ વિમાનોને તોડી પાડ્યા છે. આ ઘટના બાદ આખા વિશ્વમાં તણાવની સ્થિતિ પેદા થઈ છે.
F-15 અને A-10 વિમાનો બન્યા નિશાન
રિપોર્ટ અનુસાર, ઈરાનના (Iran) દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં ઉડી રહેલા અમેરિકાના અત્યાધુનિક F-15 લડાકુ વિમાનને ઈરાને તોડી પાડ્યું હતું. આ વિમાનમાં બે ક્રૂ મેમ્બર સવાર હતા. જ્યારે આ વિમાનના રેસ્ક્યૂ ઓપરેશન માટે ગયેલા બીજા એક A-10 (વૉર્થોગ) વિમાનને પણ ઈરાને તોડી પાડ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
એક અધિકારી હજુ પણ લાપતા
અમેરિકી અધિકારીઓ અને ન્યૂઝ રિપોર્ટ મુજબ:
F-15 વિમાનના બે સભ્યોમાંથી એકને સુરક્ષિત બચાવી લેવાયો છે, જ્યારે ‘વેપન સિસ્ટમ્સ ઓફિસર’ હજુ પણ લાપતા છે. એવી આશંકા છે કે તે પેરાશૂટ દ્વારા ઈરાનના દક્ષિણ ભાગમાં ઉતર્યો હોઈ શકે છે.
A-10 વિમાનનો પાયલોટ ખાડીમાં સુરક્ષિત રીતે ઈજેક્ટ કરવામાં સફળ રહ્યો હતો અને તેને બચાવી લેવાયો છે.
Iran જાહેર કર્યું ઈનામ
ઈરાની સરકારી ટીવી અને સોશિયલ મીડિયા ચેનલો પર નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ લાપતા અમેરિકી સભ્યને “જીવતો પકડે”. ઈરાન સરકારે આ માટે મોટા ઈનામની પણ જાહેરાત કરી છે. અમેરિકી અધિકારીઓ માટે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, કારણ કે જો કોઈ સૈન્ય અધિકારી ઈરાનના કબજામાં જાય છે તો તે રાજદ્વારી રીતે પણ મોટું સંકટ બની શકે છે.
20 વર્ષમાં સૌથી મોટો ફટકો
સંરક્ષણ નિષ્ણાતોના મતે, છેલ્લા 20 વર્ષમાં અમેરિકાએ ક્યારેય એકસાથે પોતાના બે લડાકુ વિમાનો ગુમાવ્યા હોય તેવી આ પ્રથમ મોટી ઘટના છે. ઈરાને (Iran) પોતાની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરીને સીધો અમેરિકાને પડકાર ફેંક્યો છે, જે આગામી સમયમાં ભયાનક યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે.
આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન
