maharastra news/ નાસિકમાં કાર કૂવામાં પડી, એક જ પરિવારના 9 સભ્યોના મોત; 6 માસૂમ બાળકોએ પણ જીવ ગુમાવ્યો

મહારાષ્ટ્રના નાસિકમાં એક ભયાનક Accident સર્જાયો છે. એક કાર કૂવામાં ખાબકતા પરિવારના 9 સભ્યોના મોત થયા છે, જેમાં 6 બાળકોનો સમાવેશ થાય છે. વાંચો આ હૃદયદ્રાવક ઘટનાની વિગત.

NATIONAL Top Stories India
Accident

Nashik Car Accident: મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક ભયાનક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. અહીં એક મારુતિ XL કાર બેકાબૂ થઈને પાણીથી ભરેલા કૂવામાં ખાબકતા એક જ પરિવારના 9 લોકોના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે મૃતકોમાં 6 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પારિવારિક પ્રસંગમાંથી પરત ફરતી વખતે સર્જાયો Accident

મળતી માહિતી મુજબ, ડિંડોરી તાલુકાનો દરગોડે પરિવાર શિવાજીનગરના રાજે બેન્ક્વેટ હોલ ખાતે ‘વડજે ક્લાસીસ’ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપીને પરત ફરી રહ્યો હતો. મોડી રાત્રે પરત ફરતી વખતે ડ્રાઈવરે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને સીધી રોડ કિનારે આવેલા પાણીથી ભરેલા કૂવામાં પડી હતી.

રેસ્ક્યૂ ઓપરેશનમાં પડી ભારે મુશ્કેલી

ઘટનાની જાણ થતા જ સ્થાનીય લોકો, પોલીસ, ફાયર બ્રિગેડ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કૂવો પાણીથી છલોછલ ભરેલો હોવાને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને અંતે બે કલાકની જહેમત બાદ અડધી રાત્રે બે હાઈડ્રા ક્રેનની મદદથી કારને બહાર કાઢવામાં આવી હતી. જોકે, કમનસીબે કારમાં સવાર તમામ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.

પોલીસ તપાસ શરૂ

ડિંડોરી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ભગવાન મથુરેએ જણાવ્યું હતું કે, અકસ્માત (Accident) અંગેનો ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક હસતો-રમતો પરિવાર પળભરમાં વિખેરાઈ જતા સમગ્ર મહારાષ્ટ્રમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો:મહારાષ્ટ્રમાં ભયાનક માર્ગ અકસ્માત, 2 બસ અને બોલેરો એકબીજા સાથે અથડાઈ; 5ના મોત, 20થી વધુ ઘાયલ

આ પણ વાંચો:મહારાષ્ટ્રના બસ અકસ્માતમાં 12ના મોત, 10ની સ્થિતિ નાજુક

આ પણ વાંચો:જાલનામાં ભયાનક રોડ અકસ્માત, એક જ ઝટકામાં 7 જિંદગીઓ ખોવાઈ