દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ (કોવિડ-19)માં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, કોરોનાના 4270 નવા કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળા દરમિયાન આ જીવલેણ રોગને કારણે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. 4270 નવા કેસ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 4,31,76,817 થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં રવિવાર સુધીમાં એન્ટિ-કોરાના રસીના 1,94,09,46,157 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગેની માહિતી આપી હતી.
16 જાન્યુઆરી 2021 ના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો બીજો તબક્કો 1 માર્ચ, 2021 ના રોજ 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ વયના બીમાર લોકો માટે શરૂ થયો હતો.
45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ અભિયાન 1 એપ્રિલ, 2021 ના રોજ શરૂ થયું હતું. ગયા વર્ષે 1 મેથી, 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને એન્ટિ-કોરોના રસી લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ શરૂ થયું હતું. દેશમાં આ વર્ષે 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.
