Bharuch News: ભરૂચની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક સામાન્ય નાગરિકની જેમ લોકપ્રિય ખાણી-પીણીની લારી પર ચા-નાસ્તાની મજા માણી હતી.
જનસેવાનો દૃઢ સંકલ્પ, વિજયનો વિશ્વાસ !
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ માત્ર સત્તાનું માધ્યમ નથી, લોકોની સેવા કરવાનો માર્ગ છે. આજે વડોદરા જિલ્લા કાર્યાલય ખાતે સામાજિક અગ્રણીઓ અને સક્રિય કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી. આ વિસ્તારના કાર્યકર્તાઓ જે પ્રકારે… pic.twitter.com/d46Z5HG4ic
— Harsh Sanghavi (@sanghaviharsh) April 12, 2026
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાલ ભરૂચના પ્રવાસે છે, જ્યાં તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમોની વ્યસ્તતા વચ્ચે તેમણે ભરૂચની એક પ્રખ્યાત લારી પર રોકાઈને ચા અને નાસ્તાની જયાફત માણી હતી.
આજે ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર અંતર્ગત જિલ્લાના પ્રતિષ્ઠિત સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત રહી સર્વે મહાનુભાવો સાથે સંવાદ કર્યો. ભરૂચ એ માત્ર ઔદ્યોગિક હબ નથી, પણ ગુજરાતની આર્થિક કરોડરજ્જુ છે.
ઉદ્યોગોને વધુ વેગ મળે અને સ્થાનિક… pic.twitter.com/9KV0Ktk7c3
— Harsh Sanghavi (@sanghaviharsh) April 12, 2026
કોઈ પણ પ્રકારના આડંબર વગર તેમણે કાર્યકરો સાથે બેસીને ચર્ચા કરી અને સ્થાનિક સ્વાદનો આનંદ લીધો. આ અનૌપચારિક મુલાકાત દરમિયાન તેમણે કાર્યકરો સાથે સીધો સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
संगठन भाजपा की शक्ति है, और बूथ कार्यकर्ता भाजपा के आधार स्तंभ हैं!
“व्यक्ति से बड़ा दल और दल से बड़ा देश” — इसी भावना के साथ भाजपा का प्रत्येक कार्यकर्ता दिन-रात राष्ट्रसेवा में समर्पित है। उसी का परिणाम है कि आज भारतीय जनता पार्टी गुजरात में पिछले तीन दशकों से निरंतर जनकल्याण… pic.twitter.com/fvfOIyqGOU
— Harsh Sanghavi (@sanghaviharsh) April 12, 2026
નાયબ મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિક નાગરિકોમાં પણ ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ મુલાકાત સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચામાં છે, જેમાં લોકો શ્રી હર્ષ સંઘવીની કાર્યશૈલી અને સાદગીના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: ‘વોટ માંગવા આવ્યા તો ઘૂસવા નહીં દઈએ!’ વડોદરાના વોર્ડ-6 માં રહીશોનો રોષ
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: વડોદરામાં કરૂણ ઘટના, પુત્રવધુને કોંગ્રેસ ટિકિટ મળતાં સસરાનું હાર્ટ એટેકથી નિધન
