Vadodara News: વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક દુઃખદ ઘટના સામે આવી છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર થયેલી ઉર્મિલા પરમારના સસરાનું હાર્ટ એટેક (Heart attack)થી નિધન થતા ખુશીના પળો શોકમાં ફેરવાઈ ગયા છે.
ખુશી સહન ન થઈ, Heart attackથી નિધન
માહિતી અનુસાર, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઉર્મિલાબેન પરમારને વોર્ડ નંબર 8 માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સસરા લાંબા સમયથી કોંગ્રેસના સમર્થક રહ્યા હતા અને પરિવારના કોઈ સભ્યને પક્ષ તરફથી ટિકિટ મળે તે તેમની મોટી ઈચ્છા હતી. જેમજ ઉર્મિલાબેનના નામની જાહેરાત થઈ, પરિવાર અને નજીકના લોકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ આ ખુશી વચ્ચે જ સસરાને અચાનક હાર્ટ એટેક (Heart attack) આવ્યો અને તેમનું અવસાન થયું.

ઉમેદવારનો નિર્ણય: ચૂંટણી નહીં લડે
પરિવારમાં આવેલા આઘાતજનક બનાવ બાદ ઉર્મિલા પરમારે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. પરિવારની સ્થિતિ અને પરંપરાગત સંજોગોને ધ્યાનમાં રાખીને તેમણે પ્રચારમાંથી પણ દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
પરિવારના અન્ય સભ્યને મળી શકે તક
આ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ હવે નવા ઉમેદવાર અંગે વિચારણા કરી શકે છે. સૂત્રો મુજબ, ઉર્મિલાના પરિવારના જ કોઈ અન્ય સભ્યને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે, જેથી પરિવારની રાજકીય જોડાણ અને ઈચ્છાને આગળ વધારી શકાય.
આ પણ વાંચો:જૂનાગઢના ભવનાથ મેળામાં પોલીસ બની દેવદૂત, ખભા પર ઊંચકીને હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવ્યો
આ પણ વાંચો:શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો:હાર્ટ એટેકથી વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના
