Not Set/ વલસાડ આશ્રમ શાળા / વિદ્યાર્થી પાસે મજુરી કામ કરાવતાં, એક વિદ્યાર્થીનું મોત, જાણો શું છે આખો મામલો…?

વલસાડ જિલ્લાના મોટપોઢા ગામ ખાતે આવેલ ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દ્વારા લાકડા કપાવી મજૂરી કામ કરાવતા એક વિદ્યાર્થીના છાતી પર શરુનું લાકડું પડતા વિદ્યાર્થી લાંબી સારવાર બાદ મોતને ભેટ્યો છે. વલસાડ જિલ્લાના મોટપોઢા ગામના અંતરયાર વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ગત મહિને 19 તારીખના રોજ છાતીના ભાગ પર […]

Gujarat Others

વલસાડ જિલ્લાના મોટપોઢા ગામ ખાતે આવેલ ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર શાળા સંચાલકો દ્વારા લાકડા કપાવી મજૂરી કામ કરાવતા એક વિદ્યાર્થીના છાતી પર શરુનું લાકડું પડતા વિદ્યાર્થી લાંબી સારવાર બાદ મોતને ભેટ્યો છે.

વલસાડ જિલ્લાના મોટપોઢા ગામના અંતરયાર વિસ્તારમાં આવેલ ગાંધી આશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ગત મહિને 19 તારીખના રોજ છાતીના ભાગ પર શરૂનું લાકડુ પડતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ વિદ્યાર્થીને ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જે બાદ તેને વધુ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા તેને સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. બાદમાં સારવાર માટે પૈસાની તકલીફ પડતા વિદ્યાર્થીને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો.

જ્યાં વિદ્યાર્થી ની હાલત અત્યંત ગંભીર જણાતા ગાંધી આશ્રમના સ્વામી મુલાકાતે આવતા વિદ્યાર્થીના પરિવારોએ સ્વામીનો ઘેરાવો કરતા અને મામલાની ગંભીરતા સમજી આશ્રમ સંચાલકને વિદ્યાર્થીની સારવાર માટે લાગતો ખર્ચ અને અન્ય સારી હોસ્પિટલમાં ખસેડવાની થતી પ્રક્રિયા કરીશું, એવું કહી ભાગી ગયા હતા.  ત્યાર બાદ મોડી સાંજે વિદ્યાર્થીનું મોત થતા પરિવારજનો પર આભ ફાટી  પડ્યું હતું.

તો પરિવારજનો પાસે આશ્રમ શાળા સચલોકોમાંથી કોઈ પણ હોસ્પિટલ પર ફરક્યું ન હતું.  પરિવાર દ્વારા શાળા સંચાલકો પર પોલીસ કાર્યવાહી માટે પોલિસ સ્ટેશન પહોંચ્યા હતા. તો પોલીસ દ્વારા શાળા સંચાલકો ને બચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવો આક્ષેપો પણ પરિવાર દ્વારા કરવમાં આવ્યા હતા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.