રાજ્યમાં આગામી 21 અને 28 જાન્યુઆરીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે તમામ રાજકીય પક્ષ દ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજ રોજ ધ્રાંગધ્રા ખાતે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન મળી રહે તે માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના આગેવાન આઈ.કે.જાડેજા, ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ધ્રાંગધ્રામાં કોંગ્રેસના સભ્યોએ રાજીનામાં આપેલ હતા. તે તમામ સભ્યો પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપ પ્રવેશ કર્યો હતો. ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈને કુલ 300 જેટલા કોંગ્રેસના સભ્યો તેમજ કાર્યકર્તાઓએ ભાજપના આગેવાન આઈ.કે.જાડેજા, પુરસોત્તમ સાબરીયા, તેમજ જિલ્લા પ્રમુખ ના હસ્તે ભાજપનો ખેશ પહેરીને ભાજપમાં જોડાયા હતા.
તે પણ ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસમાં કોઈ નેતા કે આગેવાનો અમારી વાત સાંભળવામાં આવતી નહોતી. અને અમને ન્યાય નહોતો મળતો તેથી અમારે ન છૂટકે આજે ભાજપમાં પ્રવેશ કર્યો છે. અમને વિશ્વાસ છે કે અમે આ પાર્ટી માં રજુઆત કરી શકી અને તેનું પરિણામ પણ મળશે.
ભાજપના આગેવાનો કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર તેમજ ગુજરાતની સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકો ખુશ છે. જેથી વધુમાં વધુ લોકો ભાજપમા જોડાઈ રહ્યા છે. આજે જે લોકો ભાજપમાં જોડાયા છે તેમને અભિનંદન આપ્યા હતા સાથે આ લોકો ભાજપમાં જોડાવાથી પક્ષને ફાયદો થશે. તેમજ આગામી ચૂંટણીમાં ભાજપને વધુમાં વધુ સીટ ઉપર ભાજપના ઉમેદવાર વિજય થશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
