Dwarka News/ દેવભૂમિ દ્વારકામાં ભાજપના ભૂતપૂર્વ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાયા

ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં દર વર્ષે આ ભ્રષ્ટાચારી લોકોના કારણે રાવલ શહેર પુરનો ભોગ બને છે ગયા વર્ષે રાવલમાં આવેલા ભયંકર પુરમાં નગરપાલિકા પાસે એક હોડી ન હોવાના કારણે બીમાર દીકરીને યોગ્ય સમયે સારવાર પણ ન મળવાના કારણે દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો

Gujarat Others Breaking News

Devbhumi Dwarka: દેવભૂમિદ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “”રાવલ બોલે છે”” નામે કાર્યક્રમ રાવલ ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઇ આંબલિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ઉનાના પૂર્વ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન પૂંજાભાઈ વંશ, AICC ના મંત્રી, રાજસ્થાનના પ્રભારી, ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રુત્વિકભાઈ મકવાણા, દ્વારકા જિલ્લાના પ્રભારી સારાબેન મકવાણા સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા “‘રાવલ બોલે છે”‘ કાર્યક્રમમાં ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં થતા ભ્રષ્ટાચાર ઉપર આગેવાનોઓએ ચાબખા માર્યા હતા
ભાજપ શાસિત રાવલ નગરપાલિકામાં દર વર્ષે આ ભ્રષ્ટાચારી લોકોના કારણે રાવલ શહેર પુરનો ભોગ બને છે ગયા વર્ષે રાવલમાં આવેલા ભયંકર પુરમાં નગરપાલિકા પાસે એક હોડી ન હોવાના કારણે બીમાર દીકરીને યોગ્ય સમયે સારવાર પણ ન મળવાના કારણે દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારે દ્વારકા કલેક્ટરે બાંહેધરી આપી હતી કે હું આવતા વર્ષ પહેલાં હોડી આપીશ પણ એ હજુ સુધી ન આવી.


રાવલ નગરપાલિકામાં કોંગ્રેસના સમયમાં બનેલા અને અત્યારે પણ સારી અવસ્થામાં જે રોડ હોય તે રોડ તોડી ત્યાં પેવર બ્લોક નાખ્યા અને પછી પેવર બ્લોક તોડી ત્યાં ફરીથી રોડ બનાવ્યા અને એ એટલા ભ્રષ્ટાચાર યુક્ત રોડ કર્યા કે રોડમાં ડામર શોધો જડે નહિ જ્યાં RCC રોડ બનાવ્યા ત્યાં સિમેન્ટ શોધ્યો જડે નહિ, દલિત સમાજની ગ્રાન્ટમાં પણ ભ્રષ્ટાચાર, રાવલ નગરપાલિકામાં ગટરો ઉભરાય છે સફાઈ કામદારોને યોગ્ય પગાર પણ આપવામાં આવતો નથી, રાવલ નગરપાલિકા પાસે કાયમી ચીફ ઓફીસર નથી, કાયમી સ્ટાફમાં એક માણસ નથી. રાવલ નગરપાલિકાના કર્મચારીઓનો PF પણ આ ભ્રષ્ટાચારી શાસકો ખાઈ જાય છે. રાવલ નગરપાલિકાના હનુમાન ધાર, બારીયા ધાર વિસ્તારમાં એકપણ હાઇસ્કુલ પણ નથી જેથી હજારો દિરીઓએ આગળનું ભણતર અધૂરું મૂકવું પડે છે. ભ્રષ્ટાચારે કેવી માજા મૂકી છે તેનો એક દાખલો કે જ્યાં JCB ભાડે રાખવામાં આવે તો સામાન્ય રીતે તેનું ભાડું એક કલાકનું 850 રૂપિયા હોય તેની જગ્યાએ 2500 રૂપિયા ભાડું કાગળ પર ઉધારવામાં આવે છે

ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા આવા અનેક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે ભાજપના જ લોકોએ આ ભ્રષ્ટાચાર બાબતે ગાંધીનગર કમલમ સુધી તેની ફરિયાદ કરવામાં આવી છતાં તેમાં કોઈ જ ફરક ન પડતા ભાજપના જ લોકો કંટાળીને આજે ભાજપ સાથે છેડો ફાડયો હતો અને જિલ્લા કોંગ્રેસની ટીમની કામગીરીથી પ્રેરાઈને આજે કોંગ્રેસનો હાથ થામ્યો હતો, જેમા વાલાભાઈ દુદાભાઈ પરમાર ત્રણ ટર્મ નગરપાલિકા પ્રમુખ (ભાજપ) તેઓ પોતાની આખી ટીમ સાથે જોડાયા હતા. આ ઉપરાંત રાણાભાઈ બાબુભાઈ ગામી જેઓ પૂર્વ ભાજપ શહેર પ્રમુખ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકા વર્તમાન ધારાસભ્ય તેઓ પણ પોતાની આખી ટીમ સાથે જોડાયા કોંગ્રેસમાં જોડાયા હતા. તેની સાથે દિનેશભાઇ જાદવ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ (શહેર) પૂર્વ યુવા મોરચા મંત્રી તેઓ પણ આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા.

આ સિવાય સંજય મકવાણા ભાજપ SC મોરચા પ્રમુખ રાવલ શહેર અને તેની આખી ટીમ સાથે કોંગ્રેસમાં જોડાયા. તેમની જોડે મોહનભાઈ રાજસીભાઈ વાઘેલા નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ અને તેની આખી ટીમ પણ આજે કોંગ્રેસમાં જોડાઈ હતી. તેમની સાથે ડાયાભાઈ બારીયા (બારીયા ટિમ)કોળી સમાજ અગ્રણી અને તેમની સાથે રામસીભાઈ બાલુભાઈ જાદવ કોળી સમાજ અગ્રણી કોન્ટ્રાક્ટર ઘેલાભાઈ ગામી ભાવપરા વાળા કોળી સમાજ અગ્રણી 9)મોહનભાઈ પબાભાઈ જાદવ કોળી સમાજ અગ્રણી તેઓ બધા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા સૌએ સાથે મળીને આવનાર દિવસોમાં ભ્રષ્ટ ભાજપ સરકાર સામે લડવાનો નીર્ધાર કર્યો હતો. ઉપસ્થિત આગેવાનો પૂંજાભાઈ વંશ, રુત્વિકભાઈ મકવાણા, સારાબેન મકવાણા, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાં જોડાનાર તમામ આગેવાનોને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દ્વારકામાં શિક્ષકોની મોટાપાયા પર અછતના કારણે શિક્ષણ વ્યવસ્થા તળિયે

આ પણ વાંચો:  ભાજપ સરકાર પર ‘હિટલરશાહી’નો આરોપ, દ્વારકા કોંગ્રેસના પાલ આંબલીયાનો આકરો પ્રહાર

આ પણ વાંચો: અંતરરાષ્ટ્રીય સરહદ નજીકના સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર વિરુદ્ધ મરીન નેશનલ પાર્ક, દ્વારકા રેન્જની કડક કાર્યવાહી