Dwarka News: દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ ગુજરાતની ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે, જેમાં તેમણે સરકારની કાર્યશૈલીને ‘હિટલરશાહી’ની સંજ્ઞા આપી છે. આંબલીયાએ ખાસ કરીને ભાણવડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસન હોવા છતાં ભાજપ દ્વારા કથિત રીતે બેવડી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. આ આક્ષેપો રાજ્યના રાજકીય વાતાવરણમાં નવો વિવાદ સર્જી શકે છે.
પાલ આંબલીયાએ જણાવ્યું કે, કોંગ્રેસ શાસિત ભાણવડ તાલુકા પંચાયતમાં સ્થાનિક શાસનના એજન્ડાનો અમલ ન થવા દેવામાં આવી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારના દબાણને કારણે તાલુકા પંચાયતના પ્રમુખને નવા સરપંચનું સન્માન કરવામાં પણ અવરોધો ઉભા કરવામાં આવે છે. આંબલીયાએ કહ્યું, “જ્યાં કોંગ્રેસનું શાસન છે, ત્યાં ભાજપની બેવડી નીતિ સ્પષ્ટ દેખાય છે. એજન્ડા બજાવ્યા પછી પણ સરપંચને સન્માન કરવા દેવામાં આવતું નથી.”
આંબલીયાએ વધુમાં આરોપ લગાવ્યો કે, સરકારી કાર્યક્રમોમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોને પ્રાધાન્ય આપવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના કાર્યકરોને હોમ અરેસ્ટ કરવામાં આવે છે. તેમણે સવાલ ઉઠાવ્યો, “સરકારી કાર્યક્રમમાં ભાજપના સંગઠનના લોકો કેવી રીતે ખુરશી મેળવી શકે છે, જ્યારે કોંગ્રેસના હોદ્દેદારોને અરેસ્ટ કરવામાં આવે છે? ભાજપના કાર્યકરોને સ્ટેજ પર જગ્યા મળે છે, પરંતુ કોંગ્રેસના કાર્યકરોને ઘરમાં બેસાડવામાં આવે છે.”આ આક્ષેપો રાજ્યના રાજકીય વાતાવરણમાં વિપક્ષની ચિંતાઓને રજૂ કરે છે, જેમાં ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરીને વિપક્ષની પ્રવૃત્તિઓને દબાવવાનો આરોપ લગાવવામાં આવે છે.
આ પણ વાંચો:દ્વારકામાં ભારે વરસાદને પગલે દ્વારકાધીશને વૈકલ્પિક જગ્યાએ ચડાવાઈ ધ્વજા
આ પણ વાંચો:દ્વારકા પોલીસનો ‘યોગ દિવસ’ પર નવતર અભિગમ, અલગ રહેતા વર્ગોને યોગ દ્વારા જાગૃત કરાયા
આ પણ વાંચો:દ્વારકાના ગોમતીઘાટમાં સાત જણા ડૂબ્યા, એક યુવતીનું મોત. છ જણાને બચાવી લેવાયા
