Ahmedabad News: રાજ્યમાં કરોડો રૂપિયાની ઠગાઈ કરનારા કૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલા અંગે સીઆઈડીના (CID) ઈન્ચાર્જ ડીઆઈજી (DIG) પરીક્ષિતા રાઠોડએ પીડિતોના રૂપિયા પરત કરવા સખ્ત કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.
હાલ BZ કૌભાંડમાં (Scam) તપાસ કરતા કુલ 452 કરોડ રૂપિયાના હિસાબો મળ્યાં છે. મળતી માહિતી મુજબ એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, 6000 કરોડ સુધીનું કૌભાંડ કરવામાં આવ્યું છે, જેથી તપાસના આધારે 452 કરોડની રિકવરી થઈ છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ જપ્ત કરેલી મિલકતો, રૂપિયા પીડિતોને પરત આપવા કોર્ટ નિર્ણય લેશે.

DIG એ જણાવ્યું કે ઝાલાને જૂનાગઢથી ઝડપ્યો હતો. કોને ત્યાં સંતાયો હતો, કયા કયા લોકો સંડોવાયા છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યારે પોલીસને તપાસ દરમિયાન ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસેથી મળેલા ચોપડાના આધારે 11,252 લોકો ભોગ બન્યા છે. જે તે ચોપડાની તપાસ કરવામાં આવી રહી છે. જો અન્ય લોકો પણ સામેલ હશે તો તેમના વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
ડીઆઈજી પરીક્ષિતા રાઠોડે પીડિતોને આશ્વાસન આપતા કહ્યું કે, ગુજરાત પોલીસ 15 દિવસમાં જ કોર્ટ સમક્ષ ભોગ બનનારને જલ્દીથી નાણા મળી જાય તેવી અરજી કરીશું. અદાલતના નિર્ણય બાદ મેજીસ્ટ્રેટ કચેરીથી પૈસા પરત અપાવવામાં મદદ કરીશું.
આ પણ વાંચો:BZ ગ્રુપ કૌભાંડના આરોપી નરેન્દ્ર પ્રજાપતિના 3 દિવસના રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:BZ કૌભાંડ મામલો ગરમાયો, તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામી અરજી!
આ પણ વાંચો:ઝાલાના મોબાઈલમાંથી BZ GROUP ના મુખ્ય એજન્ટોના નંબરો વોટ્સએપ ચેટની વિગતો મળી
