Sabarkantha News/ BZ કૌભાંડ મામલો ગરમાયો, તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામી અરજી!

ચેરમેન સંજય પટેલે બીઝેડ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ

Top Stories Gujarat

Sabarkantha News : BZ કૌભાંડ મામલે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે  સાબરકાંઠામાં BZ કૌભાંડ મામલે  મોટા સમાચાર સામે આવ્યા છે. BZ કૌભાંડ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. તલોદ માર્કેટયાર્ડ ચેરમેનના નામે CIDમાં નનામીઅરજી મળી છે. CID ક્રાઈમના પરિક્ષિતા રાઠોડને અરજી કરાઈ છે. ચેરમેન સંજય પટેલે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાબરકાંઠામાં BZ કૌભાંડને લઇ હવે સ્થાનિક રાજકીય માહોલ ગરમ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.

તલોદ માર્કેટ યાર્ડના ચેરમેનના નામે CID ક્રાઈમને નનામી અરજી કરાઇ છે. ચેરમેન સંજય પટેલે બીઝેડ ગ્રુપ મારફતે કરોડોની કમાણી કર્યાના આક્ષેપ કરાયા છે. આ સાથે ખેડૂતોના નામે ખોટા બીલો બનાવી બ્લેકના વ્હાઈટ પૈસાનો ખેલ કર્યાના આક્ષેપ પણ કર્યા છે.

તેવામાં હવે તલોદ માર્કેટયાર્ડ ચેરમેને કર્યો મોટો ખુલાસો કર્યો છે. સંજય પટેલે રાજકીય રીતે બદનામ કર્યાનો દાવો કર્યો છે. તલોદ માર્કેટયાર્ડ ચેરમેને જણાવ્યું હતું કે, સંગઠન પર્વ ચાલતું હોઇ નિશાન બનાવ્યો છે. ક્યારેય ભૂપેન્દ્ર ઝાલાને મળ્યો નથી અને અરજી અંગે CID તપાસમાં સહકાર આપીશ. આ સાથે ખોટી અરજી કર્યા અંગે તપાસ કરવા માટે કાયદાકીય સલાહ મેળવી માગ કરાશે. રાજકીય અને નિવૃત અધિકારી દ્વારા ષડયંત્ર રચાયાની આશંકા હોવાનું પણ માર્કેટયાર્ડ ચેરમેને દાવો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનાજ મેંદરડા ખાતે સંગ્રહ થાય તે પૂર્વે જ પુરવઠા વિભાગના દરોડા

આ પણ વાંચો:ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:મહેસાણામાં પુરવઠા વિભાગે સરકારી અનાજનું કૌંભાડ ઝડપ્યું