સરકારના જણાવ્યા મુજબ, જન ધન યોજના અંતર્ગત દેશમાં કુલ ૩૧ કરોડ બેંકખાતા ખોલવામાં આવ્યા હતા સરકાર દ્વારા જન ધન યોજનાનો મોટાપાયે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં જેમાંથી 24.64 કરોડ ખાતા ઓપરેશનલ છે, આ ખાતામાં પાછલા 24 મહિનાઓમાં લેવડ-દેવડ કરવામાં આવ્યું છે. જેણી જાણકારી વિત્ત મંત્રાલય તરફથી સંસદમાં મુકવામાં આવી છે.
એકબાજુ આ યોજના અંતર્ગત ૩૧ કરોડ ખાતા ખોલવામાં આવ્યા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જાકે બીજીબાજુ ૭ કરોડ જેટલા ખાતાઓ બંધ થઈ ગયા હોવાની પણ વિગતો સામે આવી છે. ખૂદ સરકારે પણ કેટલાક ખાતાઓ બંધ કર્યા છે.
સંસદમાં જ સરકારે સ્વીકાર્યુ હતું કે ૨૦ ડિસેમ્બર ૨૦૧૭ સુધી સરકાર તરફથી ૪૯.૫૦ લાખ જન ધન ખાતા બંધ કરવામાં આવ્યા છે. જેમાંથી ૨૫ લાખથી વધુ ખાતા ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં બંધ થયા છે.
આ માહિતી નાણાં મંત્રાલય તરફથી સંસદમાં રજુ કરવામાં આવી હતી. સરકારે દેશના તમામ પરિવારોને શુન્ય રૂપિયા પેલેન્સથી જનધનના ખાતા ખોલી આપ્યા હતા. આ યોજનાને સૌથી મોટી આર્થિક યોજના તરીકે ગણાવવામાં આવી હતી. તેમજ સરકારે આ ખાતાનો ઉપયોગ ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર માટે કર્યો હતો.
ક્યાં કેટલા ખાતા બંધ થયાં.
*ઉતર પ્રદેશ – 9 લાખ 62 હજાર ખાતા બંધ થયા છે.
*મધ્ય પ્રદેશ – 4 લાખ 44 હજાર ખાતા બંધ થયા છે.
*ગુજરાત – 4 લાખ 19 હજાર ખાતા બંધ થયા છે.
*તમિલનાડુમાં –૩ લાખ 55 હજાર ખાતા બંધ થયા છે.
*રાજસ્થાન- ૩ લાખ 11 હજાર ખાતા બંધ થયા છે.
*મહારાષ્ટ્રમાં ૩ લાખ ખાતા બંધ થયા છે.
*બિહાર – 2 લાખ 90 હજાર ખાતા બંધ થયા છે.
*પંજાબ – 2 લાખ 28 હજાર ખાતા બંધ થયા છે.
*વેસ્ટ બંગાળ – 2 લાખ 23 હજાર ખાતા બંધ થયા છે.
*દિલ્હી 1 લાખ 65 હજાર ખાતા બંધ થયા છે.
