Mahesana News: મહેસાણામાં સરકારી અનાજનું કૌંભાડ ઝડપાતા ચકચાર મચી ગઈ છે. કડીના નાનીકડી વિસ્તારમાંથી જિલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે રેકેટ ઝડપી પાડ્યું છે.
મહેસાણામાં અંબિકા ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં સરકારી ચોખાનું કણકી બનાવવાનું રેકેટ ચાલતું હતું. માહિતી પ્રમાણે ચોખામાંથી કણકી બનાવી વિદેશ મોકલતા હતા. આ કણકી પોર્ટુગલ મોકલવામાં આવતી હતી. પુરવઠા વિભાગ અને મહેસાણા પોલીસને પોર્ટુગીઝ ભાષામાં લખેલી કણકીની બેગો મળી આવી હતી.
બાતમીના આધારે તપાસ કરતાં મસમોટું કૌભાંડ થયાનું સામે આવ્યું છે. જીલ્લા અને રાજ્ય પુરવઠા વિભાગે રૂપિયા 49 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
