Jamnagar News: જામનગરમાં દાદાનું બુલડોઝર ચાલ્યું છે. આ કાર્યવાહીના ભાગરૂપે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ હટાવવામાં આવ્યા છે. Jamnagar ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. આમ સરકારી જમીન પર થયેલા દબાણ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.
જામનગરમાં
સરકારની કુલ 90 વીઘાજમીન પર ફેલાયેલા કાચા-પાકા 17 દબાણ દૂર કરવામાં આવ્યા છે. દાદાએ બુલડોઝર ચલાવીને 100 કરોડ કરતાં પણ વધુની કિંમતની જગ્યા દબાણમુક્ત કરી છે. વૈશ્વિક આયુર્વેદિક સંશોધન સેન્ટરની આસપાસના દબાણ દૂર કરવામાં આવ્યા છે.

આ પહેલા આઠેક મહિના પહેલાં જ જામનગરમાં અસામાજિક તત્વોના મકાનો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું. તેમા પણ ખાસ કરીને લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકતો તોડી પાડવામાં આવી છે. સરકારી જમીન પર ઊભું કરવામાં આવેલું બુલડોઝર દૂર કરવામાં આવ્યું છે. તેમા ત્રણ બંગલા સહિતના અન્ય પાકા મકાનો પણ તોડી પડાયા હતા, કારણ કે તે સરકારી જમીન પર હતા.

આમ તે સમયે કુલ 10થી 12 કરોડની જમીન પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમા પ્રાંત અધિકારી અને એસપી પ્રેમસુખ ડેલુ સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. જંગી પોલીસ કાફલા સાથે આ ડિમોલિશન હાથ ધરાયું હતું.

ઉલ્લેખનીય છે કે Jamnagar ની કુખ્યાત ગેંગ સાયચા ગેંગ સામે હત્યા, દુષ્કર્મ અને મારામારી સહિત અનેક ગુનાઓ છે. જામનગરના વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ત્વરિત ડિમોલિશન કરીને લુખ્ખા તત્વોના દબાણને ઉખેડી ફેંકવામાં આવ્યા હતા. ડિમોલિશનની આખી આ પ્રક્રિયા દરમિયાન જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર હાજર રહ્યા હતા.
તંત્રએ જણાવ્યું હતું કે તોડવામાં આવેલા બધા મકાનો ગેરકાયદે હતા. ડિમોલિશનની આ કાર્યવાહીમાં પહેલી અને બીજી એપ્રિલના રોજ નોટિસ આપવામાં આવી હતી. પહેલી સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને નાગરિક વહીવટીતંત્રએ ભેગા મળીને કરેલી કાર્યવાહી કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં મહત્વનું પગલું ગણાય છે. તંત્રની ડિમોલિશનની કામગીરીના કારણે ગુનાખોરીમાં સંડોવાયેલા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
આ પણ વાંચો: જામનગરમાં ગેંગરેપના આરોપીના ચાર મકાનો પર એસ.પી. ની હાજરીમાં ફેરવાયું બુલડોઝર
આ પણ વાંચો: 64 દબાણકારો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ જામનગરમાં પ્રથમ ગુન્હો નોંધાયો
આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું

