ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 ની ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં છબરડા કરાયા હતા. ગુજરાત ખાતે આશરે 2500થી વધુ શિક્ષકોએ મૂલ્યાંકનની કામગીરીમાં ભૂલો કરી હતી. ગત વર્ષે યોજાયેલી ધોરણ 10ની પરીક્ષાના પેપરની ચકાસણીમાં શિક્ષકો દ્વારા છબરડા કરવામાં આવ્યા હતા.
સુરત ખાતે આવા છબરડા કરનાર 72 શિક્ષકોને નોટિસ ફટકારાઈ હતી. તો સામે સુરતના 72 શિક્ષકોને રૂ. 72,600નો દંડ પણ ફટકરાયો હતો. શીક્ષક દ્વારા આ દંડની રકમ નહીં ભરતા DEO એ નોટિસ ફટકારી છે. અત્રે એ ઉલ્લેખની છે કે રાજ્યમાં 2500 થી વધુ શિક્ષકોએ મૂલ્યાંકન કામગીરીમાં ભૂલો કરી હતી. જેની વિધાર્થીઓના ભવિષ્ય પર માઠી અસર પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
