બનાસકાંઠામાં રેલ્વે લાઇનના કામને લઇને વિવાદ સર્જાયો હતો, મળતી માહિતી મુજબ ભીલડીથી ધાનેરા જતી રેલ્વે લાઇનના પાસે ગરનાળું બનાવવામાં આવી રહ્યું છે. જેને કારણે લોકોને અવર જવર માટે બારે તકલીફનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત રેલ્વે ફાટક પાસે 500 મીટર જેટલી દિવાલ પણ બનાવવામાં આવી રહી છે.

જો કે બાજુમાં જ ખેતરો હોવાથી ખેડૂતનો પણ તકલીફ પડી શકે છે. અને ખેડૂતોને અવરજવર બંધ થાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ મામલે ખેડૂતોએ રેલ્વેના અધિકારીઓની મુલાકાત લીધી હતી અને સમસ્યા દૂર કરવામાં આવે તેને લઇને રજૂઆત કરી હતી.
