OMG!/ કુદરતનો ચમત્કાર : 100 વર્ષના કોરોના પોઝિટિવ દાદીએ માત્ર 7 દિવસમાં કોરોનાને આપી માત

વિશ્વ પ્રખ્યાત કહેવત છે કે, “રામ રાખે તેને કોઇ ન ચાંખે” એટલે કે, જેને કુદરત રાખે છે તેનો જીવ કોઈ લઇ શકતું નથી. આપણે આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ કે, કેટલાક લોકો પોતાના

Gujarat Ajab Gajab News

@રીઝવાન શેખ, મંંતવ્ય ન્યૂઝ – અમદાવાદ…

વિશ્વ પ્રખ્યાત કહેવત છે કે, “રામ રાખે તેને કોઇ ન ચાંખે” એટલે કે, જેને કુદરત રાખે છે તેનો જીવ કોઈ લઇ શકતું નથી. આપણે આપણી આજુબાજુ જોતા હોઈએ છીએ કે, કેટલાક લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને મૃત્યુની ખુબજ નજીક જઈને પરત આવતા હોય છે. અને નવાઈની વાત તો એ છે કે, તેઓ જીવિત તો રહેતા જ હોય છે સાથે જ સ્વસ્થ પણ રહેતા હોય છે. આ એક કુદરતનો ચમત્કાર જ છે. અને આવા જ એક ચમત્કારની આ ખાસ વાત છે….

કુદરતે કરેલો આવો જ એક ચમત્કાર અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. જ્યાં દિવાળીબેન નામની 100 વર્ષીય વૃધ્ધાને થોડા સમય પહેલા કોરોના પોજીટીવ આવેલું. ઘરના સભ્યોએ દિવાળી બાને અમદાવાદના માન સરોવર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેમને તાત્કાલિક એડમિટ કરવામાં આવ્યા હતા. ડો.ગોવિંદ પુરોહિત સહિતના અન્ય તબીબોએ દિવાળી બા ની દિવસ રાત સારવાર ચાલુ રાખીને તેમના જીવને બચાવાની કોશિશ કરી હતી.

દિવાળી બા ને બ્લડ પ્રેશર સિવાયની કોઈ અન્ય ગંભીર બીમારીઓ નહતી. કુદરતની કૃપાથી ડોક્ટરોની મેહનત રંગ લાવી અને દિવાળી બા એ માત્ર સાત જ દિવસમાં કોરોનને માત આપી દીધી હતી. બા માટે ડોક્ટરો જાણે ફરિશ્તા બની ગયા હતા જેથી ઘરના સભ્યોએ ડોકટરો નો ખુબ જ આભાર માન્યો હતો. બા સ્વસ્થ થઈને જયારે હોસ્પિટલમાંથી ડિસ્ચાજ થઇ રહ્યા હતા. ત્યારે ડોકટરો પણ હેરાન હતા કારણકે જીવેલણ કોરોના વાયરસએ ઘણા લોકોને મોતના માર્ગ પર લઇ ગયો છે. પરંતુ, બા એ 100 વર્ષની વયમાં પણ કોરોનાને માત આપી છે. જે ખરેખર ચમત્કાર થી ઓછી ઘટના નથી.

હાલ. દિવાળી બા પોતાના પરિવાર સાથે નારણપુરામાંના ઘરમાં તેમના પરિવાર સાથે આરામ કરી રહ્યા છે.અને કોરોના વખતે જે એમની હાલત હતી તેના કરતા અત્યારે ખુબજ સ્વસ્થ છે. આ કિસ્સા ઉપરથી ફરી એક વાર સાબિત થયું કે કુદરત જેને રાખે છે. તેને કોઈ મારી શકતું નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…