Not Set/ ગુજરાતમાં નવરાત્રી અંગે અસમંજસ છતાંય આ મનપાએ ગરબા યોજવા ટેન્ડર બહાર પાડ્યા

  ગુજરાત રાજ્યમાં કરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકાર સતત કોરોના ને નાથવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે.  ત્યારે ગુજરાત સહીત દેશ ભરમાં સામાજિક મેળવડા ઉપર પર્તીબંધ છે. અથવા લોકો સ્વયં ભૂ પ્રતિબંધ મૂકી રહ્યા છે. અને આવા સ્થળો અને […]

Gujarat Surat
 

ગુજરાત રાજ્યમાં કરોના વાઈરસ સતત બેકાબુ બની રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના સંક્રમીતોનો આંક પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સરકાર સતત કોરોના ને નાથવા માટે પ્રયાસો હાથ ધરી રહી છે.  ત્યારે ગુજરાત સહીત દેશ ભરમાં સામાજિક મેળવડા ઉપર પર્તીબંધ છે. અથવા લોકો સ્વયં ભૂ પ્રતિબંધ મૂકી રહ્યા છે. અને આવા સ્થળો અને પ્રસંગોથી દુર રહી રહ્યા છે. ત્યારે ગુજરાતીઓનો પ્રિય એવા માં અંબાની આરાધના નો તહેવાર એટલે નવરાત્રી અંગે પણ હજુ સરકાર અસમંજસમાં છે.

આગામી નવરાત્રી અંગે હજુ સરકારે કોઈ નિર્ણય લીધો નથી ત્યારે રાજ્યની સુરત મહા નગર પાલિકાએ નવરાત્રી અંગે ટેન્ડર બહાર પડ્યા છે. ઇન્ડોર સ્ટેડિયમમાં ગરબા યોજવા અંગે ટેન્ડર બહાર પડ્યા છે. કોરોનાના વિસ્ફોટ વચ્ચે મનપાએ ટેન્ડર બહાર પાડતા લોકોમાં કૂતૂહલતા સર્જાયું છે. એક બાજુ ડોક્ટર્સ એસોશિયેશન દ્વારા સરકાર ને નવરાત્રીનું આયોજન નહિ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ત્યાં સુરત મનપા દ્વારા નવરાત્રી અંગે ટેન્ડર બહાર પડયા છે.

એક તરફ નવરાત્રી ન યોજવા અપીલ થઇ રહી છે. તો બીજી તરફ સુરત મનપા દ્વારા ટેન્ડર બહાર પડાયા છે. ટેન્ડર બહાર પાડવા અંગે મનપાએ લૂલો બચાવ કરતા કહ્યું છે કે, સરકાર પરવાનગી આપે તો દોડાદોડ ન થાય. છેલ્લા સમયે દોડાદોડ ન થાય તે માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવીછે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.