કોવિડ- 19ની ગાઇડલાઇનનો ભંગ કરનારા સામે આજે કોર્પોરેશને ફરી એકવાર લાલ આંખ કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ ખાતા દ્વારા વિવિધ એકમોનુ ચેકીગ કરી જ્યા કોવીડની ગાઇડ લાઇનનુ પાલન ન કરાતુ હોય તેવા એકમો સામે કાર્યવાહી કરવામા આવે છે. ત્યારે ચાની કીટલી વાળાઓ સામે પગલા ભરવામા આવ્યા છે. ભીડ ભેગી થતી હોય કે માસ્ક પહેરલા ન હોય કે કોવીડની અન્ય જોગવાઇનુ પાલન થતુ ન હોય તેવા ટી સ્ટોલ પર સ્ટોલ બંધ કરવા જણાવામા આવ્યુ છતા જે 32 લોકોએ સ્ટોલ બંધ ન કરતા એકમ સીલ કરવામા આવ્યા છે. જ્યારે 1124 કીટલીઓ સ્વયંભુ બંધ કરવામા આવી છે. .તંત્રએ કરેલી કામગીરીની ઝોન પ્રમાણે નજર કરીએ તો
https://www.facebook.com/mantavyanews/videos/637764223593642/
ઝોન સીલ કરેલ કીટલી
પુર્વ 8
પશ્ચીમ 7
ઉતર 8
દક્ષીણ 3
મધ્ય 0
ઉતર પશ્ચીમ 0
દક્ષિણ-પશ્ચીમ- 6
કુલ 32
સ્વયંભુ બંધ કરેલી કીટલી
પુર્વ 37
પશ્ચીમ 227
ઉતર 194
દક્ષીણ 146
મધ્ય 211
ઉતર પશ્ચીમ 204
દક્ષિણ-પશ્ચીમ- 105
કુલ 1124
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
