Sabarkantha News/ કરણપુર પાસે ટાયર ફાટતાં બે કાર સામસામે અથડાઈ, બે લોકોને સામાન્ય ઇજા

Sabarkantha Accident: સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી હાઇવે-58 પર કરણપુર નજીક ટાયર ફાટતાં હેરિયર કાર બેકાબૂ બની સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં બે લોકોને સામાન્ય ઇજા થઈ.

Gujarat Top Stories Others
Sabarkantha Accident: ટાયર ફાટતાં 2 કાર સામસામે અથડાઈ

Sabarkantha News: સાબરકાંઠાના હિંમતનગર-શામળાજી નેશનલ (Himmatnagar Shamlaji Highway) હાઇવે-58 પર કરણપુર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત (Sabarkantha Accident) સર્જાયો હતો. ઘટનાને પગલે હાઇવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી હેરિયર કારનું પાછળનું ટાયર અચાનક ફાટી ગયું હતું. ટાયર ફાટતાં ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો.

Sabarkantha Accident: ડિવાઇડર કૂદીને સામેથી આવતી કાર સાથે ટક્કર

બેકાબૂ બનેલી હેરિયર કાર ડિવાઇડર પાર કરીને હાઇવેની સામેની લેનમાં પહોંચી ગઈ હતી. આ દરમિયાન સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી અન્ય કાર સાથે તેની સામસામે ટક્કર થઈ હતી.અકસ્માતમાં બંને વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે સામેથી આવી રહેલી કારમાં સવાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઇજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે.બે કાર વચ્ચે થયેલી ટક્કર બાદ રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસની (Gambhoi Police) ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થિત કરાવી વાહનોને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં હેરિયર કારનું પાછળનું ટાયર ફાટ્યા બાદ ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: ભયાનક અકસ્માતે ચહેરો બગાડ્યો, કેન્સર સામે જંગ લડી; જાણી લો ‘પરદેશ’ ગર્લનો દર્દનાક પ્રવાસ

આ પણ વાંચો: કાલોલ નજીક ST બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત, ડમ્પરચાલકનું મોત; 15થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: હિંમતનગરમાં પોલીસ બોલેરોનો અકસ્માત રાહદારી ગંભીર