Himmatnagar News : હિંમતનગરમાં અકસ્માત (Accident)ની ઘટના સામે આવી છે. ન્યાયમંદિર વિસ્તાર નજીક હિંમતનગર-ઇડર સ્ટેટ હાઇવે પર ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરોએ રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને ટક્કર મારી હોવાના આક્ષેપ છે. અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
પોલીસ બોલેરો (Police Bolero)ની ટક્કરથી રાહદારી ગંભીર
મળતી માહિતી મુજબ, હિંમતનગરના ન્યાયમંદિર વિસ્તાર નજીક હાઇવે પરથી ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરો પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ ક્રોસ કરી રહેલા એક વ્યક્તિને બોલેરોએ અડફેટે લીધો હતો. ટક્કર બાદ રાહદારી રસ્તા પર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત (Accident)બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે એકત્ર થયા હતા. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલ ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
ચાલક સામે Hit And Run (Hit And Run)નો આક્ષેપ
અકસ્મત બાદ બોલેરો ચાલક સ્થળ પર રોકાયો નહીં અને વાહન લઈને ત્યાંથી નીકળી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસના વાહન સાથે સંકળાયેલા Hit And Runના આક્ષેપે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
જોકે, અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ અને ચાલકની ભૂમિકા અંગે પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
Kheroj Police (Kheroj Police)ની બોલેરો પોલીસે ઝડપી
ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. PI ડી.એન. વસાવા સહિતની ટીમે હિંમતનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત પાસેથી માહિતી મેળવી હતી.
પોલીસે તપાસ આગળ વધારતા એનજી સર્કલ નજીકથી ખેરોજ પોલીસ સ્ટેશનની બોલેરો શોધી કાઢી હતી. હવે અકસ્માત સમયે વાહન કોણ ચલાવી રહ્યું હતું અને ઘટના બાદ વાહન કેમ સ્થળ પરથી હટાવવામાં આવ્યું તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે.
Gujarat Police (Gujarat Police)ના વાહન અંગે તપાસ
આ સમગ્ર મામલે Gujarat Policeના વાહન સાથે અકસ્માત સર્જાતા જવાબદારીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાની જવાબદારી ધરાવતા વિભાગના વાહન સાથે જ અકસ્માત સર્જાય અને ચાલક સ્થળ પર હાજર ન રહેવાના આક્ષેપ થાય તો ઘટનાની નિષ્પક્ષ તપાસ મહત્વપૂર્ણ બની રહે છે.
હાલ બી ડિવિઝન પોલીસે સ.મગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અકસ્માતના કારણો, વાહનની ગતિ, ચાલકની ઓળખ અને અકસ્માત બાદની કાર્યવાહી સહિતના પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:ઉના રોડ પર અકસ્માતમાં 2 યુવાનોના મોત
આ પણ વાંચો:સગીર પુત્રને કાર આપવી પડી ભારે! અકસ્માત સર્જાતા કાવડ યાત્રીનું મોત, પિતા સામે પણ ગુનો
આ પણ વાંચો:પાટણ સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત
