Not Set/ લોકસભા ચૂંટણીઓની જોરશોરથી તૈયારી, ભાજપે યોજી કાર્યકરો સાથે મીટીંગ

જામનગર, ૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ માટેના પડઘમ જાણે અત્યારથી જ વાગી રહ્યા હોય તેમ બંને મુખ્ય પક્ષો દ્વારા તૈયારીઓનો દોર આરંભી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શહેરના અટલ ભવન ખાતે જામનગર જિલ્લો તેમજ તાલુકાઓના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જામનગર લોકસભા સીટના પ્રભારી રમણભાઈ વોરા અને ધનસુખભાઇ ભંડેરીએ પત્રકારોને નિવેદન આપતા […]

Top Stories Gujarat Others Trending

જામનગર,

૨૦૧૯ લોકસભાની ચૂંટણીઓ માટેના પડઘમ જાણે અત્યારથી જ વાગી રહ્યા હોય તેમ બંને મુખ્ય પક્ષો દ્વારા તૈયારીઓનો દોર આરંભી દેવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શહેરના અટલ ભવન ખાતે જામનગર જિલ્લો તેમજ તાલુકાઓના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા તેમજ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જામનગર લોકસભા સીટના પ્રભારી રમણભાઈ વોરા અને ધનસુખભાઇ ભંડેરીએ પત્રકારોને નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુતકાળમાં કરેલા વિકાસના કામ અને આગામી દિવસોમાં કરવાના થતા વિકાસના કામ દ્વારા ભાજપનો જનાધાર કેમ વધે તે અંગે કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને નવા સંગઠનની રચના અંગે પણ મંતવ્યો લેવામાં આવ્યા હતા.

ઉપરાંત લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના આવનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.. પ્રભારીઓની આ સમીક્ષા બેઠકમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા, દિલીપભાઈ ભોજાણી વગેરે જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વાંચો: એવું તો શું થયું જે રાજ્યસભામાં અરુણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને હાથ મિલાવવાની પાડી ના…?. વાંચો.