Gir Somnath News/ ઉના રોડ પર અકસ્માતમાં 2 યુવાનોના મોત

અકસ્માત (Accident)માં મૃત્યુ પામેલા બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે ખસેડવામાં આવ્યા છે

Gujarat Others
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે

Gir Somnath News : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તુલસીશ્યામ રોડ પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કંસારી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવાનોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, કંસારી ગામ નજીક બાઈક અને કાર વચ્ચે જોરદાર ટક્કર (Bike Car Accident)થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં 17 વર્ષીય અને 21 વર્ષીય બે યુવાનોના મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ કારચાલક ફરાર

અકસ્માત (Accident)માં બે યુવાનોના મોત થયા બાદ કારચાલક પોતાની કાર ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ (Police) તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી કારચાલકની શોધખોળ હાથ ધરી છે. અકસ્માત (Accident)કેવી રીતે સર્જાયો અને કારચાલકની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા

અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને યુવાનોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે.

પોલીસની તપાસ શરૂ

ઉના-તુલસીશ્યામ રોડ પર બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ (Police Investigation)શરૂ કરી છે. કારચાલકને શોધવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો : અમદાવાદમાં કરોડોની Mustang કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા

આ પણ વાંચો : સગીર પુત્રને કાર આપવી પડી ભારે! અકસ્માત સર્જાતા કાવડ યાત્રીનું મોત, પિતા સામે પણ ગુનો

આ પણ વાંચો : પાટણ સિદ્ધપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત : કારની ટક્કરે યુવકનું મોત