Ahmedabad News/ અમદાવાદમાં કરોડોની Mustang કાર અકસ્માત બાદ મારામારી, 19 વર્ષીય આદિત્ય રાઠોડની ધરપકડ; સામે 6 ગુના નોંધાયેલા

અમદાવાદના CG રોડ પર મોંઘી Mustang કારથી અકસ્માત (Mustang Car Accident) સર્જાયા બાદ કારચાલક સાથે મારામારી અને ધમકી આપવાના આરોપમાં પોલીસે આદિત્ય રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજ પરમારની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આદિત્ય સામે અગાઉ પણ હત્યાના પ્રયાસ, Arms Act અને અકસ્માત સહિત કુલ 6 ગુના નોંધાઈ ચૂક્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Mustang Car Accident: અકસ્મતમાં ઝઘડો પડ્યો ભારે! Mustang કાર સાથે પહોંચેલા આદિત્ય અને મિત્રની પોલીસે કરી ધરપકડ

Ahmedabad News: અમદાવાદના CG રોડ પર મોંઘીદાટ Mustang કાર સાથે થયેલા અકસ્માત (Mustang Car Accident) બાદ મારામારીનો મામલો સામે આવ્યો છે. પોલીસ ફરિયાદના આધારે આદિત્ય રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજ પરમારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આદિત્ય રાઠોડે Mustang કાર રોંગ સાઈડમાં ચલાવી અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ સામેવાળી કારના ચાલક સાથે બોલાચાલી અને મારામારી થઈ હોવાનો આરોપ છે. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

Mustang કાર રોંગ સાઈડમાં ચલાવવાનો આરોપ

મળતી માહિતી પ્રમાણે આદિત્ય રાઠોડ પોતાની મોંઘી Mustang કાર લઈને CG રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન કાર રોંગ સાઈડમાં ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન સામેથી આવતી કાર સાથે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ બંને વાહનચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ફરિયાદી કારચાલકે આદિત્ય સામે મારામારી તથા ધમકી આપવાનો આક્ષેપ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો.

ફરિયાદ બાદ બે આરોપીઓની ધરપકડ

ફરિયાદ મળ્યા બાદ અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસના આધારે આદિત્ય રાઠોડ અને તેના મિત્ર વિશ્વરાજ પરમારને ઝડપી લેવામાં આવ્યા હતા. અકસ્મતમાં ઉપયોગમાં લેવાયેલી Mustang કારને પણ પોલીસે કબજામાં લીધી છે.

પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

આ કેસની તપાસ દરમિયાન પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ગુરુવારે સવારે પોલીસ ટીમ બંને આરોપીઓને લઈને CG રોડ પર પહોંચી હતી. ત્યાં અકસ્માત (Mustang Car Accident) કઈ રીતે થયો, વાહનો કઈ દિશામાં હતા અને સમગ્ર ઘટના કેવી રીતે બની તેની વિગતો જાણવા માટે તપાસ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતમાં વપરાયેલી Mustang કાર પણ તપાસના ભાગરૂપે કબજે કરી છે.

19 વર્ષની ઉંમરે 6 ગુના નોંધાયેલા હોવાનો પોલીસનો દાવો

આ કેસમાં સૌથી વધુ ચર્ચામાં આવેલી બાબત એ છે કે માત્ર 19 વર્ષની ઉંમરે આદિત્ય રાઠોડ સામે અગાઉ પણ વિવિધ પોલીસ કેસ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 6 ગુના નોંધાયા છે. જેમાં નવરંગપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસનો કેસ, ગાંધીનગરમાં જોખમી રીતે વાહન ચલાવવાનો કેસ, રાજકોટમાં Arms Act હેઠળનો ગુનો અને અકસ્માતના બે કેસનો સમાવેશ થાય છે. હવે CG રોડ પર અકસ્માત (Mustang Car Accident) અને ત્યારબાદ થયેલી મારામારીના કેસમાં પણ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અકસાન બાદની મારામારીથી મામલો પોલીસ સુધી પહોંચ્યો

પ્રાથમિક માહિતી પ્રમાણે સમગ્ર મામલો વાહન અકસ્માત (Mustang Car Accident) બાદ શરૂ થયો હતો. અકસ્માતને લઈને બંને પક્ષ વચ્ચે વિવાદ થયો અને ત્યારબાદ મારામારી થઈ હોવાનો આરોપ છે. ફરિયાદ બાદ પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી અને CCTV સહિતની ઉપલબ્ધ માહિતી તથા સ્થળ પરના પુરાવાના આધારે કાર્યવાહી આગળ ધપાવી છે.

હવે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર નજર

હાલ પોલીસે આદિત્ય રાઠોડ અને વિશ્વરાજ પરમારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. Mustang કારને પણ તપાસ હેઠળ લેવામાં આવી છે. પોલીસની તપાસમાં અકસ્માત (Mustang Car Accident)નું ચોક્કસ કારણ, કારની ગતિ, વાહન કઈ દિશામાં હતું અને મારામારી દરમિયાન શું બન્યું તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.


આ પણ વાંચો:લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર અકસ્માત, એક જ પરિવારના 3નાં મોત

આ પણ વાંચો:ધોલેરામાં ભયાનક કાર અકસ્માત! કારમાં આગ લાગતા માતા-પુત્ર જીવતા સળગ્યા

આ પણ વાંચો:રાજકોટના આટકોટ નજીક ભયાનક કાર અકસ્માત, આર.કે. યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓના મોત