Not Set/ અમદાવાદ/ ગળા પર પતંગનો દોરો પડતા બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે. એક બાજુ જ્યાં ઘણાં લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ આ તહેવાર ઘણાં લોકો માતમનો તહેવાર સાબિત થઇ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં રાત્રીના 9 વાગ્યા સુધીમાં 3478 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાંની એક ઘટના રામોલની સામે આવી છે જ્યાં એક યુવકે પોતાનો […]

Top Stories Ahmedabad Gujarat

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે. એક બાજુ જ્યાં ઘણાં લોકો આ તહેવારની મજા માણી રહ્યા છે તો બીજી બાજુ આ તહેવાર ઘણાં લોકો માતમનો તહેવાર સાબિત થઇ રહ્યો છે. ગઈકાલે રાજ્યમાં રાત્રીના 9 વાગ્યા સુધીમાં 3478 જેટલા ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાંની એક ઘટના રામોલની સામે આવી છે જ્યાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ મામલે મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર એક યુવકના ગળા પર અચાનક દોરી આવી જતા તેણે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવી રહેલી બીજ બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળ પર જ મોત થઈ નીપજ્યું હતું.

આ અકસ્માતમાં વિજય પાટિલ નામના યુવકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિકોએ આ અકસ્માતની જાણ 108 તથા પોલીસને કરી હતી જેમાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે

ઉલ્લેખનીય છે કે 14મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાંથી રાતના 9 વાગ્યા સુધીમાં 108ને 3478 ઈમરજન્સી કોલ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.