ભાવનગરના પાલીતાણામાં ઉત્તરાયણનો પર્વ માતમ લઈને આવ્યો હતો. ગઈ કાલે જ્યાં લોકો પતંગની મજા માણી રહ્યા હતા. તો બીજી બાજુ પાલીતાણામાં ગોઝારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક બાળકીનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આપને જણાવી દઈએ કે પાલીતાણા પાસે આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો.
આ મામલે મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્તો આદપુર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ લોકો પાલીતાણાનાં પીથલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસિંહ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
