Not Set/ જામકંડોરણામાં કેબલ ઓપરેટરોનો વિરોધ, મામલતદારને આવેદનપત્ર આપી વ્યક્ત કર્યો વિરોધ

ધોરાજી, ટ્રાયના નિર્ણય મામલે જામકંડોરણામાં કેબલ ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ રૂપિયા 25 થી 45 સુધી એમ.આર.પી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણયનો અમલ તા 29મી ડિસેમ્બરના રોજ અમલમા આવશે. આ નિર્ણયના વિરોધમા કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સખ્ત વિરોધ કરવામા આવી રહ્યો છે, ત્યારે જામકંડોરણામાં પણ […]

Gujarat Others

ધોરાજી,

ટ્રાયના નિર્ણય મામલે જામકંડોરણામાં કેબલ ઓપરેટરોએ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. પ્રત્યેક ચેનલ પર પ્રતિમાસ રૂપિયા 25 થી 45 સુધી એમ.આર.પી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ નિર્ણયનો અમલ તા 29મી ડિસેમ્બરના રોજ અમલમા આવશે. આ નિર્ણયના વિરોધમા કેબલ ઓપરેટર એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સખ્ત વિરોધ કરવામા આવી રહ્યો છે, ત્યારે જામકંડોરણામાં પણ કેબલ સેવા બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો.

કેબલ ઓપરેટરોએ જણાવ્યુ હતુ કે, ટ્રાય દ્વારા જે નિર્ણય કરાયો છે તે તધલખી હુકમ છે અને સરમુખત્યાર જેવુ પગલુ છે. ટ્રાયના ભાવના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઓછી કિંમતે મળતુ મનોરંજન બંધ થઈ જશે. ટીવી પર સીરિયલ અને વિવિધ કાર્યક્રમોને રસપૂર્વક નિહાળનાર લોકો હતાશા અને નિરાશામા ગરકાવ થઈ જશે.