Ahmedabad News: હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની આગાહી કરી હતી ત્યારે શહેરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. નારણપુરા, શાહીબાગ, વાડજ, સેટેલાઈટ, નવરંગપુરા, આશ્રમ રોડ, બોપલ, ઘુમા, આંબલી, વિજયનગર, થલતેજ, વસ્ત્રાપુર સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાડજ સર્કલ પાસે વરસાદી પાણી ભરાયાં છે. જેના કારણે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદી પાણીમાં વાહનચાલકો ધીમે ધીમે વાહનો ચલાવી રહ્યા છે. વાડજ સર્કલ પાસે સવારથી ટ્રાફિકની પરિસ્થિતિ જોવા મળે છે.
અમદાવાદમાં સવારથી કાળાં ડિબાંગ વાદળોથી અંધારપટ છવાયો છે. જોધપુર અને બોડકદેવમાં દોઢ ઈંચ ખાબક્યો વરસાદ ખાબક્યો છે. સરસપુર અને ચાંદલોડિયામાં ટ્રાફિકજામ થતા 4 એમ્બ્યુલન્સ ફસાઈ હતી. આથી નોકરી-ધંધે જતા લોકો અને સ્કૂલ-કોલેજ જતા વિદ્યાર્થીઓ પરેશાન થયા હતા. વાસણા બેરેજ ડેમના ગેટ નંબર 24 અને 25 ખોલવામાં આવ્યા છે. હાલ લેવલ 131.50 ફૂટ છે.
ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તે ઢીંચણ સમા પાણી ભરાતાં ટ્રાફિકજામ થયો છે. રસ્તા પર એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી. અનેક વાહનો પાણીના કારણે બંધ થયાં છે. ટ્રાફિક પોલીસના માત્ર બે જવાન દ્વારા ટ્રાફિક નિયમન કરાવવામાં આવી રહ્યો છે. જેથી સ્થાનિકોની મદદ લેવી પડી રહી છે.
મેઘાણીનગમાં વરસાદ બંધ થયો છતાં પાણી ભરાયાં છે. ગાંધીની ચાલીથી ચમનપુરા તરફ જતા રસ્તા ઉપર પાણી ભરાતાં નાગરિકો હેરાન થયા છે. કેટલાક લોકોનાં વાહનો બંધ થયાં તો સ્કૂલેથી આવતાં બાળકો પણ વરસાદના પાણીના કારણે હેરાન થયાં છે. જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી લોકોને તકલીફ પડશે તેમ લોકો કહી રહ્યાં છે.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
