#gujarat/ “શાળા પ્રવેશોત્સવને બનાવીએ સમાજોત્સવ” ધ્યેય સાથે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 

મહીસાગરના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવના 23 માં ચરણનો પ્રારંભ કરાવ્યો.

DAHOD:   દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સુખસર કૃષિ શાળામાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. 1955 થી કાર્યરત આ શાળામાં હાલ 622  વિદ્યાર્થી અભ્યાસ કરે છે. પ્રવેશોત્સવમાં કુલ 52 નવોદિત બાળકોને પ્રવેશ અપાયો. મંત્રીશ્રીએ શિક્ષણની મહત્તા અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું.

Gujarat Gandhinagar Others

MAHISAGAR : મહીસાગરના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવના 23 માં ચરણનો પ્રારંભ કરાવ્યો.

DAHOD:   દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની સુખસર કૃષિ શાળામાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. 1955 થી કાર્યરત આ શાળામાં હાલ 622  વિદ્યાર્થી અભ્યાસ કરે છે. પ્રવેશોત્સવમાં કુલ 52 નવોદિત બાળકોને પ્રવેશ અપાયો. મંત્રીશ્રીએ શિક્ષણની મહત્તા અને સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું. પરિક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓનું સન્માન થયું અને વૃક્ષારોપણ તેમજ એસ.એમ.સી. બેઠક પણ યોજાઈ. કાર્યક્રમમાં ગ્રામજનો અને બાળકોની ઉમંગભેર હાજરી રહી.

MORBI :મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રામકૃષ્ણ તા. શાળા, જ્ઞાનજ્યોતિ વિદ્યાલય અને એન.જી. વિદ્યાલયમાં કુલ 415 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી અને ડેપ્યુટી સેક્રેટરી ઉર્વશી સુતરીયા હાજર રહ્યા. પ્રવેશોત્સવે તેજસ્વી વિદ્યાર્થીઓ તથા દાતાઓનું સન્માન કરાયું અને શૈક્ષણિક કીટો વિતરણ કરાઈ. બાળકોને ભણતરની સાથે યોગ, રમતગમત અને કુશળતા વિકાસના મહત્વની સમજ આપી.

મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શરૂ કરાવેલા જન કલ્યાણ કાર્યક્રમો સફળતા એ પાર પડ્યા છે અને સુખદ પરિણામો મળ્યા છે.
શાળા – શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીની સજ્જતાથી શિક્ષણનો વ્યાપ વિસ્તારીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની નેમ.
વડાપ્રધાનએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ રેટ 1 ટકાથી નીચે લઈ જવામાં સફળતા મળી છે.

શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ ૨૧મી સદીની શિક્ષણ ક્ષેત્રની મોટી ક્રાંતિ છે: શિક્ષણ મંત્રી  કુબેરભાઈ ડિંડોર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા, શિક્ષક અને શિક્ષણની ત્રિવેણીથી શિક્ષણનો વ્યાપ વધુને વધુ વિસ્તારીને સમાજ વિકાસ દ્વારા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું ભાવિ તૈયાર કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી હતી.

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૩થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવના ૨૩માં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ મહીસાગરના કડાણા તાલુકાની દિવડા પીએમ  સ્કૂલથી કરાવતા મુખ્યમંત્રીશ્રીએ આ નેમ દર્શાવી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક શાળા અને ધોરણ 9 માં બાળકોનું નામાંકન કરાવ્યું હતું અને શૈક્ષણિક કીટ ભેટ આપી તેમને શાળામાં આવકાર્યા હતા.

મુખ્યમંત્રીએ પ્રવેશ મેળવનારા બાળકો સાથે વડીલ વાત્સલ્ય ભાવે સહજ સંવાદ કરીને તેમના ઘર-પરિવારની વિગતો પણ મેળવી હતી.

મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં શરૂ કરાવેલા લોકહિતના બધા કાર્યક્રમો અપાર સફળતા પામ્યા છે અને તેના સુખદ પરિણામો જોવા મળે છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ 2003 માં શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો ત્યારે ડ્રોપ આઉટ રેઈટ 35 ટકા જેટલો હતો તે ઘટાડીને 0.85  ટકા એટલે કે 1  ટકાથી પણ નીચે લઈ જવામાં સફળતા મળી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે શાળામાં પ્રવેશ લેનાર બાળકો અભ્યાસ છોડી ન દે તેની પૂરતી કાળજી લીધી છે. પરિવારની આર્થિક તકલીફને કારણે અભ્યાસમાં અગવડ ન થાય તે માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાથી સરકાર આવા બાળકોની પડખે ઊભી રહે છે.

તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે તેની દરકાર પણ સરકારે લીધી છે. એટલું જ નહીં, શિક્ષકો પણ જો કોઈ બાળક એકાદ દિવસ ગેરહાજર રહે તો તેના ઘરે જઈને ગેરહાજરીના કારણો જાણે છે. સરકારની વ્યવસ્થાઓમાં જન જનની ભાગીદારી હોય તો સૌને લાભ મળે અને સાથે જ 100 ટકા પરિણામ આવે તેવા અભિગમથી તેમણે વાલીઓને પણ SMCમાં સક્રિય થવાનો અનુરોધ કર્યો હતો.

‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ ના મંત્રને ચરિતાર્થ કરીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા તેમણે સૌને હાંકલ કરી હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ શુભારંભ પ્રસંગે કે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 2003  થી શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પહેલાના સમયમાં ધો 1 થી 8  સુધીના 35% ડ્રોપ આઉટ રેશિયો હતો તે આજે ઘટીને નહિવત થઇ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન દ્વારા શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવને આગળ ધપાવતા ગુજરાતમાં બાળકોનું 100 % નામાંકન અને ગુણવત્તાયુક્ત શિક્ષણ થકી બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું.

દાહોદના સાંસદ  જસવંતસિંહ ભાભોરે સ્વાગત ઉદબોધનમાં આદિજાતિ વિસ્તારમાં થયેલા શિક્ષણ ક્ષેત્રના અપ્રતિમ વિકાસની માહિતી આપી મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કલેકટર અર્પિત સાગરે આભારવિધિ કરી હતી. વિદ્યારંભના આ ઉત્સવ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને દાતાઓનું સીએમ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ, અગ્રણી દશરથભાઈ બારીયા, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીઓ, શાળાના બાળકો, વાલીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર : શહેરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન

આ પણ વાંચો:અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:તળાવમાં ડિમોલિશનઃ દાદાનો સંદેશ અતિક્રમણ મુક્ત શહેરો