Not Set/ અમદાવાદ : પતિએ ખર્ચ માટે પૈસા ન આપતા, પત્નીએ કરી આત્મહત્યા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગરમાં એક દંપતી રહે છે. જેમાં પરિણીતાએ બુધવારે રાત્રે કે ગુરુવારે સવાર સુધીમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પરિવારજનોને આ અંગે જાણ થતાં, પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે રૂપિયાની બાબતમાં બોલાચાલી થઇ હતી. તો પતિએ […]

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા રામનગરમાં એક દંપતી રહે છે. જેમાં પરિણીતાએ બુધવારે રાત્રે કે ગુરુવારે સવાર સુધીમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પરિવારજનોને આ અંગે જાણ થતાં, પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સુત્રોના જણાવ્યા મુજબ પતિ-પત્ની વચ્ચે રૂપિયાની બાબતમાં બોલાચાલી થઇ હતી. તો પતિએ પરિણીતાને હાથ ખર્ચો આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેના પગલે પત્નીને લાગી આવતા પરિણીતાએ ઘરમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

આ બનાવ અંગે પોલીસે સ્થળ ઉપર તપાસ હાથ ધરી છે. જોકે, આત્મહત્યા અંગે કોઇ ચોક્કસ કારણ તો પોલીસને વધુ તપાસમાં જાણવા મળશે.