Not Set/ ડુંગળીનાં ગગડયા ભાવ, ખેડૂતની મુશ્કેલીઓમાં વધારો …

ગરીબોની કસ્તુરીએ રડાવ્યા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારો ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાવ ઘટાડાના કારણે યાર્ડમાં ડુંગળીનો કોઈ ખરીદનાર નથી.  ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશા સેવી રહ્યા છે. ખેડૂતોને ડુંગળી રાતા પાણીએ રોવડાવી […]

Gujarat Rajkot
  • ગરીબોની કસ્તુરીએ રડાવ્યા ખેડૂતોને
  • માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે
  • ખેડૂતોને રાતા પાણીએ રોવાના વારો

ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. રાજકોટ માર્કેટયાર્ડમાં ડુંગળીનો ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભાવ ઘટાડાના કારણે યાર્ડમાં ડુંગળીનો કોઈ ખરીદનાર નથી.  ત્યારે ખેડૂતો સરકાર પાસે મદદની આશા સેવી રહ્યા છે.

ખેડૂતોને ડુંગળી રાતા પાણીએ રોવડાવી રહી છે. આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું વ્યાપક વાવેતર કર્યું હતું. આ વર્ષે 42, 343 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હતું. 100 થી 150 રૂપિયે કિલોના ભાવે વિચારતી ડુંગળીના ભાવ અત્યારે જયારે ખેડૂત વેચવા બેઠો છે ત્યારે સાવ તળિયે જઈને બેઠા છે. અને ખેડૂતરોવાને ફરી એકવાર ડુંગળીએ રડાવ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. 100 રૂપિયે કિલો વેચાતી ડુંગળીના મણના ભાવ 100 રૂપિયા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.