Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો ચટાકેદાર ચણા મસાલા

સામગ્રી 2 વાટકી ચણા 1 નાની ચમચી જીરું 3 લીલા મરચાં 2 ડુંગળી સમારેલી 4 કળી લસણની 1 ઈંચ છીણેલું આદું 1 ટમેટા સમારેલા 1 નાની ચમચી હળદર 1 નાની ચમચી લાલ મરી પાઉડર 1 નાની ચમચી આમચૂર મીઠું સ્વાદપ્રમાણે તેલ જરૂરિયાત મુજબ પાણી જરૂરિયાત મુજબ બનાવવાની રીત સૌ પહેલા તમે ચણા લો અને તેને […]

Uncategorized

સામગ્રી

2 વાટકી ચણા

1 નાની ચમચી જીરું

3 લીલા મરચાં

2 ડુંગળી સમારેલી

4 કળી લસણની

1 ઈંચ છીણેલું આદું

1 ટમેટા સમારેલા

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી લાલ મરી પાઉડર

1 નાની ચમચી આમચૂર

મીઠું સ્વાદપ્રમાણે

તેલ જરૂરિયાત મુજબ

પાણી જરૂરિયાત મુજબ

બનાવવાની રીત

સૌ પહેલા તમે ચણા લો અને તેને સારી રીતે ધોઈને રાત્રે પાણીમાં પલાળીને મૂકી રાખો.ત્યારબાદ બીજા દિવસે ચણા અને પાણીને કુકરમાં નાખી 5 થી 6 સિટીમાં બાફી નાખો.હવે તમે ડુંગળી, આદું, લીલા મરચા અને ટામેટાનો પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક કાઢીમાં તેલ નાખીને તેને મધ્યમ તાપ પર મુકો, અને તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં જીરું નાખો.હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટના જેમજ પેસ્ટ તેલ છોડવા લાગે એટલે તેમાં હળદર લાલ મરચા, જીરું પાઉડર અને થોડું મીઠું મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં ચણા નાખીને થોડું પાણી એડ કરો થોડીવાર તાપ પર રાખીને ગેસ બંધ કરી લો.

તો તૈયાર છે ચટાકેદાર ચાના મસાલાનુ શાક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.