Not Set/ Good Newwz: રિહર્સલ દરમિયાન 2 સ્ટંટમેનને થઇ ઈજા, અક્ષય કુમારે મોકલી એયર એમ્બુલેન્સ

અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 27 ડિસેમ્બર 2019 ના રોજ રીલિઝ થઈ રહી છે. તાજેતરમાં અક્ષય અને કિયારા ‘ચંદીગગઢ’  સોંગ લોન્ચ પર જોવા મળ્યા હતા, પરંતુ પડદા પાછળની વાત કરવામાં આવે તો ત્યાં મિડ-એયર- સ્ટન્ટ્સની રિહર્સલ કરતા 2 સ્ટંટમેન લગભગ 10-12 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયા હતા.અક્ષયને આની […]

Uncategorized

અક્ષય કુમાર, કરીના કપૂર, દિલજીત દોસાંઝ અને કિયારા અડવાણીની ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ 27 ડિસેમ્બર 2019 ના રોજ રીલિઝ થઈ રહી છે. તાજેતરમાં અક્ષય અને કિયારા ‘ચંદીગગઢ’  સોંગ લોન્ચ પર જોવા મળ્યા હતા, પરંતુ પડદા પાછળની વાત કરવામાં આવે તો ત્યાં મિડ-એયર- સ્ટન્ટ્સની રિહર્સલ કરતા 2 સ્ટંટમેન લગભગ 10-12 ફૂટની ઊંચાઈથી નીચે પડી ગયા હતા.અક્ષયને આની જાણ થતાં જ તેણે તુરંત મદદ મોકલી, જેથી ઘાયલોની સમયસર સારવાર થઈ શકે.

મળતી માહિતી મુજબ બંને સ્ટંટમેનનું નામ બિટ્ટુ અને હરિ સિંહ છે, જે શ્યામ કૌશલની ટીમમાં કામ કરે છે. રિહર્સલ દરમિયાન જ્યારે બંને હવામાં સ્ટંટ કરી રહ્યા હતા, ત્યારે ટેકનીકલ ખામીને કારણે તેઓ નીચે પડી ગયા હતા. હાલમાં, બંને હોસ્પિટલમાં દાખલ છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

https://www.instagram.com/p/B5X27F7HCYe/?utm_source=ig_embed

શ્યામ કૌશલે આ ઘટના વિશે મિડ-ડેને જણાવ્યું હતું કે, ‘મેં મારી ટીમના ત્રણ સભ્યોને રિહર્સલ માટે મોકલ્યા હતા. તાર યોગ્ય રીતે કામ કરે છે કે કેમ તે તપાસવું જરૂરી હતું જેથી સ્ટંટ દરમિયાન કોઈ અકસ્માત ન થાય. સ્ટંટના ભાગ રૂપે, બિટ્ટુ અને હરિ સિંહ વિંચ મશીન સાથે સંકળાયેલા હતા અને રિહર્સલ કરી રહ્યા હતા. પહેલા રાઉન્ડમાં કંઇ બન્યું નહીં, પરંતુ બીજા રાઉન્ડમાં મશીન ખરાબ થઈ ગયું અને બંને 10-12 ફૂટની ઉંચાઈથી નીચે પડી ગયા. ‘

આ ઘટના અંગે અક્ષય કુમારની પ્રતિક્રિયા અંગે શ્યામ કૌશલને કહ્યું કે, ‘અક્ષય પાજી તે સમયે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યા હતા, પરંતુ તે બંને સ્ટંટમેન વિશે સતત માહિતી મેળવી રહ્યા હતા. શુક્રવારે, અક્ષય અને કરણની ટીમે બિટ્ટુને તાત્કાલિક મુંબઇ લઈ જવા માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. ડોક્ટરોએ તેને બે મહિના માટે બેડ રેસ્ટ કરવા કહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.