Rajkot/ સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વધુ એક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ તારીખે શરૂ થશે પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા વધુ એક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, વિવિધ અભ્યાસક્રમના સેમેસ્ટર 3 ની લેવાશે પરીક્ષા

Top Stories Gujarat Rajkot

ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ મંદ પડતાં વિવિધ યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરીક્ષા કાર્યક્રમો નક્કી કરવામાં આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પણ ત્રીજા  તબક્કાના પરીક્ષા કાર્યક્રમની જાહેરાત કરવાં આવી છે. આગામી 11 જાન્યુઆરીથી ત્રીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ  કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરના 120 પરીક્ષા કેન્દ્રો પર  પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે.

પરીક્ષા કેન્દ્ર ઉપર કોરોનાની ગાઈડલાઈન સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટાઈઝર અને માસ્ક વિગેરે ફરજિયાત રહેશે. બી.કોમ, બીબીએ સહિતના જુદા જુદા કોર્સના ત્રીજા સેમેસ્ટર અને એલએલબીની પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.  આ પરીક્ષા દરમિયાન ચોરી અને ગેરરીતિની ઘટનાઓ પર રોક લગાવવા માટે પરીક્ષા સેન્ટર પર 80 ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…