Sabarkantha News: સાબરકાંઠા(Sabarkantha)ના ખેડબ્રહ્મા(Khedbrahma)ના ભૂતિયા ગામે પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડાઈ હતી. પરિવારે ભૂતિયા તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં રજૂઆત કરી હતી.
સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. ભૂતિયા ગામમાં ભૂતિયા તબીબે પ્રસુતાની ડિલિવરી કરાવતા મહિલાને ગર્ભાશયમાં નુકસાન પહોંચ્યું હતું. પ્રસુતાની બાદમાં તબિયત પણ લથડી હતી. પ્રસુતાની તબિયત લથડતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમ છતાં, મહિલાની તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પ્રસુતાની તબિયત બગડતાં પતિ સહિત પરિવાર રોષે ભરાયો હતો. ભૂતિયા તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં લેખિત રજૂઆત કરી કાર્યવાહી કરવા અરજી કરી હતી. ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળતાં તેમના પર અંકુશ મેળવવો જરૂરી બની જાય છે તેમ ગ્રામજનોનું કહેવું છે.
આ પણ વાંચો:બનાસકાંઠાના દાંતા તાલુકામાં ત્રણ બોગસ તબીબો ઝડપાયા
આ પણ વાંચો:બોગસ ડૉક્ટર/ સુરત જિલ્લામાં ફાટ્યો રાફડો, ચાર બોગસ તબીબો ઝડપાયા
આ પણ વાંચો:નવસારીમાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો
