Breaking News/ વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં, 2 કમિશનર સામે પગલાં ભરવા કર્યો આદેશ

વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરા હરણી બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2 કમિશનરને જવાબદાર ઠેરવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે આપેલા 15 પાનાના નિર્ણયમાં વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે કાર્યરત વિનોદ રાવ અને એચએસ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે લાયકાત ન હોવા છતાં કામ સોંપવામાં આવ્યું હતું. હાઈકોર્ટે વિનોદ રાવ, એચએસ પટેલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા.

સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો.જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ  વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા