ગુજરાતભરમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો અને મધ્યમવર્ગના પરિવારોની આવકનો મોટોભાગ ગંભીર રોગો અને સારવાર પાછળ ખર્ચ થઈ જતો હોય છે. જેને લઈને સંવેદનશીલ રૂપાણી સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ (મા કાર્ડ) યોજના અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગીવાળી ખાનગી તેમજ સરકારી સંલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તાયુક્ત સારવાર તદ્દન મફત મેળવી શકે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગંભીર બીમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ પાંચ લાખ સુધીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.

મા કાર્ડ વડે દાઝેલા, હદય રોગ, કિડનીનાં ગંભીર રોગ, મગજના રોગ, ગંભીર ઈજાઓ, અકસ્માત, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર ઓપરેશન જેવી 600થી વધુ બીમારીઓ માટે ઉતમ પ્રકારની સારવાર તદ્દન મફત આપવામાં આવે છે. પરંતુ આજ સુધી આ યોજનાનો લાભ એ જ લોકો લઈ શકતા હતા જેમની પાસે મા કાર્ડ હોય. મા કાર્ડ કઢાવવા માટે રૂ. 2.5 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા હોવાનો આવકનો દાખલો અને રેશન કાર્ડ હોવું ફરજીયાત હતું. જોકે હવે સરકારે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, વિધાવા-ત્યક્તાઓ બહેનો, સાતુ-સંતો- ફકિરો, માનસિક રોગીઓ સહિત જેમની પાસે રેશનકાર્ડ ન હોય, આવકનો દાખલો નીકળી શકે તેમ ન હોય તેવા ગુજરાતના ગરીબ રહેવાસીઓને આ પ્રકારનાં આધાર પુરાવા વગર પણ મા-વાત્સલ્ય યોજના હેઠળ મફત આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે.
ગુજરાતમાં રહેતા અનાથો, વૃદ્ધો, વિધવા, સાધુ-સંતો વગેરે પાસે આવકનો દાખલો અને રેશન કાર્ડ ક્યાંથી હોય? અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, વિધાવા-ત્યક્તાઓ બહેનો, સાતુ-સંતો- ફકિરો, માનસિક રોગીઓ સહિત જેમની પાસે રેશનકાર્ડ કે આવકનો દાખલો ન હોય તે તમામ જરૂરિયાતમંદ લોકો પણ મા-વાત્સલ્ય યોજનાથી વંચિત રહેવા ન જોઈએ. આથી સરકારે ગુજરાતનાં ગરીબ રહેવાસીઓને રેશન કાર્ડ કે આવકનાં દાખલા જેવા આધાર પુરાવા વગર પણ મા-વાત્સલ્ય યોજના હેઠળ મફત આરોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. ચાલુ વર્ષ દરમિયાન મા-વાત્સલ્ય યોજના માટે 1000 કરોડ રૂપિયા ખર્ચીને ગુજરાતીઓને સ્વસ્થ્ય-સમૃદ્ધ બનાવવાનું સંવેદનશીલ સરકારનું લક્ષ્ય છે.

મા કાર્ડ હેઠળ હેઠળ દર્દીઓને રૂ. 5 લાખની સારવાર વિનામૂલ્યે મળશે. આ યોજના હેઠળ રૂ. 2758 કરોડના ખર્ચે 18 લાખ નાગરીકોને સારવાર અપાઈ છે. અને હજુ લાખો દર્દીઓને કરોડો રૂપિયાનાં ખર્ચે સારવાર આપી તેમને સ્વસ્થતા અને તંદુરસ્તી બક્ષવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
