Iran-US Military Conflict Updates: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ઈરાનની સૈન્ય પાંખ રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે કુવૈત અને બહેરીનમાં આવેલા અમેરિકાના 8 મહત્વના સૈન્ય ઠેકાણાઓ પર બેલેસ્ટિક મિસાઈલ અને ડ્રોન વડે મોટો હુમલો કર્યો છે. ઈરાનનું આ આક્રમણ અમેરિકા દ્વારા ઈરાનની 5 દરિયાકાંઠાની ચોકીઓ પર કરવામાં આવેલા હુમલાનો ‘નિર્ણાયક જવાબ’ હોવાનું મનાઈ રહ્યું છે.
રાત્રિના સમયે સંયુક્ત ઓપરેશન
IRGC ના જણાવ્યા અનુસાર, આ સૈન્ય કાર્યવાહી રાત્રે 2 થી 3 વાગ્યાની વચ્ચે ઈરાની(Iran) નેવી અને એરોસ્પેસ ફોર્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
કુવૈતનું ‘અલી અલ સલેમ એરબેઝ’ અને બહેરીનમાં આવેલું અમેરિકાના પાંચમા નૌકા સૈન્ય (5th Fleet) નું મુખ્ય મથક ઈરાનના નિશાના પર હતા. ઈરાનનો દાવો છે કે આ હુમલામાં તમામ સૈન્ય મથકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે.
સંઘર્ષનું મૂળ: એક શંકાસ્પદ જહાજ અને કોસ્ટલ ચોકીઓ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાએ એક શંકાસ્પદ જહાજને રોકવાની કાર્યવાહીના બહાને ઈરાની દરિયાઈ ક્ષેત્રમાં આવેલી 5 કોસ્ટલ ચોકીઓ પર હુમલો કર્યો હતો. ઈરાને(Iran) વળતો પ્રહાર કરતા ચેતવણી આપી છે કે હોર્મુઝમાંથી પસાર થતી શિપિંગ લાઈનની સુરક્ષાની જવાબદારી તેમની છે અને નિયમ તોડનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમેરિકાનું વળતું એક્શન અને Iran માં વિસ્ફોટ
અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ સ્વીકાર્યું છે કે તેણે ઈરાનની અંદર ચોક્કસ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઈરાની સરકારી ચેનલ IRIB ના જણાવ્યા મુજબ, ઈરાનના(Iran) હોર્મોઝગાન પ્રાંતના સિરિક વિસ્તારમાં એક ટેલિકોમ ટાવર અને કેશમ દ્વીપ (Qeshm Island) પર પણ બ્લાસ્ટ થયાના અહેવાલો છે. શુક્રવારે થયેલા વોર્નિંગ ફાયરિંગથી શરૂ થયેલો આ વિવાદ હવે બંને દેશો વચ્ચે પૂર્ણ કક્ષાના સૈન્ય સંઘર્ષમાં ફેરવાઈ રહ્યો છે.
