Delhi News/ દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ

Pawan Sharma: દિલ્હી મેટ્રોમાં સીટ મુદ્દે વિવાદ બાદ પવન શર્માનું મોત થયું હોવાનો આરોપ છે. માતાની ફરિયાદના આધારે નિવૃત્ત IAS અધિકારી અને તેમના પુત્રની ધરપકડ.

Top Stories India
Pawan Sharma: દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ મોત, બેની ધરપકડ

Delhi Metro News: દિલ્હીની મેટ્રો ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે થયેલા વિવાદ દરમિયાન મારામારીમાં 48 વર્ષીય પવન શર્મા (Pawan Sharma)નું મોત થયું હોવાનો મામલો સામે આવ્યો છે. મૃતકની માતા દુર્ગા શર્માની ફરિયાદના આધારે પોલીસે નિવૃત્ત IAS અધિકારી સંજય પ્રતાપ સિંહ અને તેમના પુત્ર સિદ્ધાર્થ સિંહની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ, બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

Pawan Sharma: સીટ મુદ્દે શરૂ થયો હતો વિવાદ

આ ઘટના 8 ઓક્ટોબરની હોવાનું જણાવાયું છે. પવન શર્મા પોતાની માતા દુર્ગા શર્મા સાથે ગુરુગ્રામથી દિલ્હી સ્થિત યમુના વિહારના ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ગુરુગ્રામમાં બીમાર નાના પુત્ર દીપકને મળવા ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મંડિ હાઉસ મેટ્રો સ્ટેશન (Delhi Metro News)થી ટ્રેન આગળ વધ્યા બાદ વરિષ્ઠ નાગરિકો માટે અનામત સીટ પર બેસવા મુદ્દે વિવાદ (Metro Seat Dispute) થયો હતો. ફરિયાદ મુજબ, સંજય પ્રતાપ સિંહ અને તેમના પુત્રએ પવન તથા તેમની માતાને સીટ ખાલી કરવા કહ્યું હતું. બંને ઊભા થયા બાદ પણ તેમની સાથે બોલાચાલી ચાલુ રહી હોવાનો આરોપ છે.

માતાએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો

દુર્ગા શર્માના આરોપ મુજબ, સંજય પ્રતાપ સિંહે પવનનો કોલર પકડીને તેમને લાફો (Delhi Metro Fight) માર્યો હતો. ત્યારબાદ તેમના પુત્રએ પણ મારામારી કરી હોવાનો આક્ષેપ છે. માતાએ વચ્ચે પડીને પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને પાછળ ધકેલી દેવામાં આવ્યાં હોવાની ફરિયાદ છે.

પવનના નાના ભાઈ દીપકે પણ આરોપ લગાવ્યો છે કે વિવાદ દરમિયાન તેમના ભાઈની છાતી પર મુક્કા મારવામાં આવ્યા હતા. મૃતકની માતાના જણાવ્યા મુજબ, તેમણે મદદ માટે બૂમો પાડી હતી, પરંતુ મદદ કરવા કોઈ આગળ આવ્યું નહોતું.

મેટ્રો સ્ટેશન પર બેભાન થયા પવન

પોલીસના જણાવ્યા મુજબ, સાંજે આશરે 5:47 વાગ્યે ટ્રેન સુપ્રીમ કોર્ટ મેટ્રો સ્ટેશન પર પહોંચી ત્યારે પવન બેભાન થઈ ગયા હતા. તેમને એમ્બ્યુલન્સ મારફતે લોકનાયક જયપ્રકાશ (LNJP) હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત (Delhi Crime News) જાહેર કર્યા હતા.

પવનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે, તેઓ શાંત સ્વભાવના હતા અને સામાન્ય રીતે કોઈની સાથે ઝઘડો કરતા નહોતા. તેમની માતાએ પુત્રને બચાવી ન શકવાની પીડા વ્યક્ત કરી છે.

નવેમ્બરમાં જન્મદિવસની હતો

પવન શર્મા પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા અને ક્લાર્ક તરીકે કામ કરતા હતા. તેઓ પત્ની અને બે બાળકો સાથે પરિવારજીવન વિતાવતા હતા. તેમનો 19 વર્ષીય પુત્ર દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, જ્યારે 15 વર્ષની પુત્રી ધોરણ 10માં ભણે છે.

પરિવાર નવેમ્બરમાં પવનનો જન્મદિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ આ ઘટનાથી પરિવારમાં શોક છવાયો છે. માતાની ફરિયાદના આધારે 9 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ મેટ્રો પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં CISF જવાન સાથે મુસાફરોની ઝપાઝપી, યુવતીના ફોટા લેવાનો આરોપ

આ પણ વાંચો: જ્યારે દિલ્હી મેટ્રોમાં સંભળાવવા લાગ્યા માતાની ધૂન, વીડિયોને ખૂબ બિરદાવ્યો

આ પણ વાંચો: આ વખતે દિલ્હી મેટ્રોમાં કપિરાજે કરી મુસાફરી, વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ