બિહારનાં બાહુબલી નેતા અને અપક્ષ ધારાસભ્ય અનંતકુમાર સિંહનાં ઘરેથી એકે-47 રાઇફલ અને અન્ય હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસને દરોડા દરમિયાન તેમના આવાસથી આ તમામ સામગ્રી મળી આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અનંતકુમાર સિંહ બિહારનાં મોકામા થી અપક્ષ ધારાસભ્ય છે.

રૂરલ એસપીએ તેમના ઘરમાંથી એકે-47 મળી હોવાની પુષ્ટિ કરી છે. આ સાથે તેમના નિવાસસ્થાનેથી 2 બોમ્બ મળ્યા હોવાનુ પણ સામે આવ્યુ હતુ. આ અંગે જાણ થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બોમ્બ અને હથિયારો મળી આવ્યા બાદ પોલીસે બોમ્બ સ્ક્વોડને પણ બોલાવી હતી. સુત્રોનાં જણાવ્યા મુજબ ખાનગી બાતમીની માહિતીનાં આધારે પોલીસે શુક્રવારે સવારે 3 વાગ્યાથી અનંત કુમારનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ગ્રામીણ એસપીની દેખરેખ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
Bihar: AK-47 rifle recovered from the residence of Independent MLA from Mokama, Anant Kumar Singh, in a raid by Police. Further investigation underway pic.twitter.com/53O0zvBDM0
— ANI (@ANI) August 16, 2019
પોલીસને પહેલાથી જ બાતમી મળી હતી કે અનંત કુમારે પોતાના નિવાસ્થાને ઘણી વાંધાજનક સામગ્રીઓ રાખી છે. મળતી માહિતી મુજબ, જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે તે સમયે નેતા અનંત કુમાર ઘરે ન હતા, પોલીસે ત્યારબાદ મકાનમાં હાજર લોકોને કબ્જે લઇને આ વિસ્તારની ઘેરાબંદી કરી દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ અનંત કુમારે તેમના ઘરે ચાલી રહેલા દરોડા પાછળ રાજકીય ષડયંત્ર હોવાનુ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ બધુ જેડીયુનાં સાંસદનાં કહેવાથી થઈ રહ્યું છે. આ સાથે કુમારે રાજ્યની નિતિશ સરકાર પાસેથી પણ ન્યાયની અપેક્ષા રાખી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
