Pakistan News/ પાકિસ્તાનમાં આતંકવાદીઓનો મોટો પ્રહાર, એક પછી એક બે રિમોટ કંટ્રોલ બ્લાસ્ટમાં 7 લોકોના મોત

પાકિસ્તાનના(Pakistan) ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ બેક-ટુ-બેક બે રિમોટ કંટ્રોલ IED બ્લાસ્ટ કર્યા છે. આ કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં વાહનોના ફુરચા ઉડી જતાં 7 લોકોના મોત થયા છે.

international Top Stories World
Pakistan

Pakistan Terror Attack Bannu: પાકિસ્તાનનો (Pakistan) ખૈબર પખ્તુનખ્વા (KP) પ્રાંત ફરી એકવાર આતંકી હુમલાથી ધ્રૂજી ઉઠ્યો છે. અહીંના બન્નુ જિલ્લામાં આતંકવાદીઓએ એક પછી એક બે રિમોટ-કંટ્રોલ બ્લાસ્ટ કરીને ભયાનક આતંકી હુમલાને અંજામ આપ્યો છે. આ બેક-ટુ-બેક વિસ્ફોટોમાં ખાનગી વાહનોના ફુરચા ઉડી ગયા હતા, જેમાં 7 લોકોના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલીસે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ આતંકી કૃત્ય’ ગણાવ્યું છે.

હોસ્પિટલ જતાં વાહનોને ટાર્ગેટ બનાવી કર્યો બીજો બ્લાસ્ટ(Pakistan)

બન્નુના ડિસ્ટ્રિક્ટ પોલીસ ઓફિસર (DPO) યાસિર અફરીદીના જણાવ્યા મુજબ, આ હૃદયદ્રાવક ઘટના વજીર સબ-ડિવિઝનના પહાડી વિસ્તાર ‘મરકા બેરા’ ના ફાંગ મૂસા ખેલ નામના ગામમાં ઘટી છે. પ્રથમ બ્લાસ્ટ ત્યારે થયો જ્યારે એક ખાનગી વાહન મુસાફરોને લઈને ડોમેલ તરફ જઈ રહ્યું હતું. આ જોરદાર આઇઈડી (IED) વિસ્ફોટમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હજુ તો ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યાં જ ઘટનાસ્થળથી માત્ર 1 km દૂર આતંકીઓએ બીજો રિમોટ કંટ્રોલ બ્લાસ્ટ કર્યો હતો. આ બીજા વિસ્ફોટમાં વધુ 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

ઘટના બાદ પાકિસ્તાનના (Pakistan) રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ આ હુમલાની સખત નિંદા કરી છે. બન્નુના પહાડી વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી આતંકવાદી ગતિવિધિઓ ખૂબ વધી ગઈ છે, જ્યાં 12 મી જૂનના રોજ ટાર્ગેટ કિલિંગમાં બે પોલીસકર્મીઓ શહીદ થયા હતા.


આ પણ વાંચો :3 મહિનાના લોડિંગ બાદ હોર્મુઝની ખાડી પાર કરી જહાજ દિશા ગુજરાતના દહેજ પોર્ટ પહોંચ્યું

આ પણ વાંચો :અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, હોર્મુઝ ખુલશે પણ 60 દિવસ બાદ લાગી શકે છે મોટો ટોલ ટેક્સ

આ પણ વાંચો :ઇઝરાયલે લેબેનોન છોડવું જ પડશે, અમેરિકા-ઇરાન કરાર વચ્ચે વિદેશ મંત્રીની ઇઝરાયલને ચેતવણી