અમદાવાદ,
રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઇ વાનાણીના લેટર પેડ નાસ્તાના કાગળ બની ગયા છે. રિવરફ્રન્ટ પર નાનુભાઇ વાનાણીના લેટરપેડનો ઉપ્યોગ પસ્તી તરીકે કરવામાં આવી રહ્યો છે.
લોકો આ લેટર પેડ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા હોવાનો વિડીયો પણ વાઇરલ થયો છે. જો કે વાત એવી પણ બહાર આવી છે કે આ ચણા ચપટી વેચનાર પાસે 25 કિલો વજનના લેટર પેડ છે. પણ સવાલ એ થાય છે કે આ લેટર પેડ આવ્યા ક્યાંથી. કોના દ્વારા આ લેટર પેડ ચણા ચટપટી વેચનારને આપવામાં આવ્યા તેવા અનેક સવાલો ઉભા થયા છે.
