Gandhinagar News: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂરી થયા પછી કેબિનેટનું વિસ્તરણ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. તેના પગલે પ્રધાનમંડળમાં સમાવવાને લઈને રીતસરનું લોબીઇંગ શરૂ થઈ ગયું છે. તેના લીધે ગુજરાત ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી મૂળના નેતાઓએ દિલ્હીના આંટાફેરા ખાવા માંડ્યા છે. પોરબંદરના કોંગ્રેસી મૂળના ભાજપના વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા હતા, તેના પછી જવાહર સી ચાવડા પણ તેમને મળી ચૂક્યા છે.
આ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિતના ભાજપના નેતાઓના દિલ્હીમાં આંટાફેરા શરૂ થયા હતાં અને તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. હવે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ દિલ્હી ખાતે અમિત શાહ અને સી.આર.પાટીલ સાથે મુલાકાત કરતાં મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળોએ જોર પકડ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપની જ ટીકિટ પર પોરબંદરથી વિધાનસભાની પેટાચૂંટણી લડીને જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા હતાં. ત્યારે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૂંટણી બાદ વહેતી થયેલી અટકળોમાં એવું ચર્ચાતુ હતું કે, અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યો હતો.કૃષિ મંત્રી રાઘવજી પટેલે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરેલી મુલાકાતને કેટલાક રાજકીય સૂત્રો શુભેચ્છા મુલાકાત કહી રહ્યાં છે.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી
