Gandhinagar News: લોકસભા ચૂંટણી બાદ ગુજરાતમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. ગઈકાલે સાંજે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. હવે રાજ્યમાં 233 PSI ને PI તરીકે બઢતી આપવામાં આવી છે. પોલીસ સબ ઈન્સ્પેક્ટરોને પોલીસ ઈન્સ્પેક્ટર વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી છે. ગુજરાત પોલીસ વિભાગે બઢતી માટે પસંદગી યાદી જાહેર કરી છે. નિઃશસ્ત્ર PSI ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા. ડીજી કચેરીએ બઢતીનો આદેશ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદ એક સાથે 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. ટ્રાન્સફર કરાયેલા 8 IPS અધિકારીઓમાં રાજુ ભાર્ગવ, વિકાસ સુંદા, બિશાખા જૈન, રાઘવ જૈન, જિતેન્દ્ર મુરારીલાલ અગ્રવાલ, ડૉ. નિધિ ઠાકુર, કોરુકોંડા સિદ્ધાર્થ અને જેએ પટેલનો સમાવેશ થાય છે. આગ સમયે રાજકોટ પોલીસ કમિશનર રહેલા રાજુ ભાર્ગવનને આર્મ્ડ યુનિટના ADGP બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં યુવતી નશાની હાલતમાં મળી આવતા પોલીસ મૂંઝવણમાં
આ પણ વાંચો:બાળકોને મોબાઈલ આપતા પહેલા થઇ જજો સાવધાન, માઠું લાગી આવતા 10 વર્ષના બાળકે કર્યો આપઘાત
આ પણ વાંચો:મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, યુવકને તલવાર વડે કેક કાપવી પડી મોંઘી
