Vipul Chaudhary/ વિપુલ ચૌધરીને ફરીથી ઝાટકોઃ વિઠોડા દૂધમંડળીમાં અશોક ચૌધરીની પેનલની જીત

મહેસાણામાં વિઠોડા દૂધમંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની કારમી હાર થઈ છે અને અશોક ચૌધરીની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે. 446 પૈકી 441 મતદારોએ મતદાન કર્યુ છે.

Top Stories Gujarat
  • ડેરી સેક્ટરમાં વિપુલ ચૌધરીનું ઘટતું જતું પ્રભુત્વ
  • અશોક ચૌધરીનો વધતો જતો પ્રભાવ
  • આગામી સમયમાં ડેરી સેક્ટરના રાજકારણના સમય બનાઈ શકે

ડેરી સેક્ટરમાં એક સમયના જાણીતા નામ વિપુલ ચૌધરી માટે ઝાટકાઓ શમવાનું નામ લેતા નથી. એકબાજુએ કોર્ટે કાર્યવાહી શરૂ કરી છે ત્યારે બીજી બાજુએ તેમને એક પછી એક ઝાટકા મળી રહ્યા છે. મહેસાણામાં વિઠોડા દૂધમંડળીની ચૂંટણીમાં વિપુલ ચૌધરીની પેનલની કારમી હાર થઈ છે અને અશોક ચૌધરીની પેનલનો જંગી બહુમતીથી વિજય થયો છે. 446 પૈકી 441 મતદારોએ મતદાન કર્યુ છે.

વર્ષોથી મહેસાણા વિઠોડા દૂધમંડળીમાં વિપુલ ચૌધરીના સમર્થકોનું શાસન હતુ. આ પરિણામને હવે મહેસાણા દૂધમંડળની ચૂંટણીમાં અશોક ચૌધરીના વધી રહેલા પ્રભુત્વ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ બતાવે છે કે ડેરી સેક્ટરના રાજકારણમાં અશોક ચૌધરીની સામે વિપુલ ચૌધરીના વળતા પાણી થયા છે. વિપુલ ચૌધરીની સામે કોર્ટની કાર્યવાહી શરૂ થઈ ત્યારથી જ માનવામાં આવતું હતું કે તેઓ તકલીફમાં છે. પણ હવે વિઠોડા દૂધમંડળીમાં પણ તેમની પેનલની હાર થતાં લાગી રહ્યુ છે કે આગામી સમયમાં ડેરી સેક્ટરના રાજકારણનું ચિત્ર બદલાવવાનું છે.  હાલમાં વિપુલ ચૌધરી કોઈપણ પ્રકારના રાજકીય સમર્થન વગરના છે.

તેના લીધે ડેરી સેક્ટરના રાજકારણમાં તેમના માટે પગદંડો જાળવી રાખવો મુશ્કેલ બન્યો છે. હાલમાં વિપુલ ચૌધરી ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી એકેમાં નથી. આ સંજોગોમાં ડેરી ક્ષેત્રના રાજકારણમાં તેમનું ઓસરતું પ્રભુત્વ કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે તથા કયા સમીકરણોને વેગ આપી શકે છે તે જોવાનું છે.