ડીસા,
ડીસાના માલગઢ ગામમાં પાકા મકાનો તોડતા હોબાળો મચ્યો હતો. પંચાયત દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પગલે મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિધવા મહિલાનુ મકાન તોડતા સ્થાનિકો અને પંચાયતના અધિકારીઓ વચ્ચે રચાકચી થઇ હતી અને પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સમગ્ર મામલોને થાળે પાડ્યો હતો.
