મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય અશાંતિ વચ્ચે બોમ્બે હાઈકોર્ટમાં મુંબઇનાં ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતી કોર્ટે આ કેસને અસાધારણ ગણાવ્યો હતો. અને કહ્યું હતું કે, પરમબીર સિંહનાં આક્ષેપો ખૂબ ગંભીર છે. વળી, કોર્ટે મહારાષ્ટ્રનાં ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં આરોપોની પ્રાથમિક તપાસ 15 દિવસમાં શરૂ કરવાનું કહ્યું છે. જો કે તાત્કાલિક કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવશે નહીં.
મહારાષ્ટ્ર / મુંબઈમાં લોકડાઉનનો ડર એકવાર ફરી પ્રવાસી મજૂરોમાં મળ્યો જોવા, પરત ફરી રહ્યા છે ઘરે
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, આ મામલામાં મહારાષ્ટ્ર પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે, પરંતુ આક્ષેપો સીધા રાજ્યનાં ગૃહ પ્રધાન પર છે, તેથી નિષ્પક્ષ તપાસ માટે પોલીસ તેમના પર નિર્ભર નહીં રહી શકે. હાલમાં સીબીઆઈએ આ કેસમાં પ્રાથમિક તપાસ કરવી જોઈએ, જેમાં મુંબઇ પોલીસ અને ગૃહ પ્રધાન સહકાર આપે. આ પછી, સીબીઆઈ ડિરેક્ટર આ અંગે 15 દિવસની અંદર રિપોર્ટ દાખલ કરશે. જો તેમા દેશમુખ વિરુદ્ધ કોઈ મજબૂત પુરાવા અથવા દલીલો મળી આવે તો આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે.
Bombay High Court has asked the CBI director to conduct a preliminary inquiry within 15 days and to register an FIR if any cognizable offence is found: Petitioner Dr Jaishri Patil https://t.co/eCgxRuepwN pic.twitter.com/VRTEzDXQBA
— ANI (@ANI) April 5, 2021
Interesting: ગુજરાતમાં ઊંટનું અસ્તિત્વ જોખમમાં, ટ્રક-ટ્રેક્ટરનો ઉપયોગ વધતા ઊંટની ડિમાન્ડ ઘટી
આપને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં પરમબીરસિંહે દાવો કર્યો હતો કે, દેશમુખે પોલીસ અધિકારી સચિન વાજેને બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું. પરમબીર આ વખતે હાઇકોર્ટ પહોંચ્યા હતા. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર ઘણા આક્ષેપો કર્યા હતા. મહારાષ્ટ્રનાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા આ આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. વળી એનસીપીનાં પ્રમુખ શરદ પવારે અનિલ દેશમુખનું રાજીનામું નકારી દીધું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
