Not Set/ જાણો, વિધાનસભાની નાંદોદ અને ડેડિયાપાડા સીટનું શું છે રાજકીય ગણિત

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે નર્મદા જીલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક પર શું છે રાજકીય ગણિત તેમજ કયા વર્ગના લોકોનો ઝોક આ બેઠક પરની હાર-જીત નક્કી થતી હોય છે. જુઓ, નાંદોદ બેઠક :  નાંદોદ બેઠક પર ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીનો વિજય થયો હતો. શબ્દ શરણ તડવીએ કોંગ્રેસના રમેશ વસાવાને […]

Gujarat

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા રાજકીય ગરમાવા વચ્ચે નર્મદા જીલ્લાની નાંદોદ અને ડેડીયાપાડા બેઠક પર શું છે રાજકીય ગણિત તેમજ કયા વર્ગના લોકોનો ઝોક આ બેઠક પરની હાર-જીત નક્કી થતી હોય છે. જુઓ,

નાંદોદ બેઠક : 

  • નાંદોદ બેઠક પર ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર શબ્દ શરણ તડવીનો વિજય થયો હતો. શબ્દ શરણ તડવીએ કોંગ્રેસના રમેશ વસાવાને ૧૫ હજાર કરતા વધું મતોથી હરાવ્યા હતા.
  • આ બેઠક પર છેલ્લી પાંચ ચૂંટણીઓમાંથી ચારમાં ભાજપનો વિજય થયો છે.
  • ૧૯૯૮ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો.
  • આ બેઠક પર આ વખતે ભાજપે શબ્દ શરણ તડવીને રિપીટ કર્યા છે જયારે કોંગ્રેસે પી.ડી.વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
  • બ્રાહ્મણ, વણિક અને પાટીદાર મતદારોની કુલ સંખ્યા ૩૨ હજાર જેટલી છે. જયારે તડવી, વસાવા અને ભીલ વગેરે આદિવાસી મતદારોની સંખ્યા ૧,૪૬,૦૦૦ છે તેમજ લઘુમતી મતદારો ૧૫ હજાર છે અને બક્ષીપંચના મતદારો ૧૮ હજાર છે.
  • આદિવાસી અને દલિત મતદારોનો ઝોક હાર-જીત નક્કી કરે છે
  • અહીં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો જયારે જિલ્લા પંચાયતમાં ભાજપને માત્ર ૧ બેઠક મળતા અહીં કોંગ્રેસ ઉત્સાહમાં છે.

ડેડિયાપાડા બેઠક :

  • આ બેઠક પર ૨૦૧૨માં ભાજપના મોતીસિંહ વસાવાનો ઓછી બહુમતીથી વિજય થયો હતો.
  • ભાજપે આ વખતે મોતીસિંહ વસાવાને રિપીટ કર્યા છે જયારે કોંગ્રેસે આ બેઠક પર ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે અને ભારતીય ટ્રાયબલ પાર્ટી તરફથી ઉમેદવાર મહેશ વસાવાને મેદાને ઉતાર્યા છે.
  • અહીં પૂર્વ ધારાસભ્ય અમરસિંહ વસાવાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
  • આ બેઠક પર સૌથી વધું મતદારો આદિવાસી કોમના છે માટે આદિવાસી મતદારોનો ઝુકાવ હાર-જીત માટે મહત્વની ભૂમિકા ભજવે છે.