Not Set/ સુરેન્દ્રનગર: પાટડીના બજાણા ગામે એકસાથે 15 ગાયોના મોત, સમગ્ર પંથકમાં ચકચાર

સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના પાટડીના બજાણા ગામે એક સાથે 15 ગાયનો મોત થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગાયોના મોત ઝેરી ખોરાક ખાવાના કારણે  ગાયોના મોત થયા છે. ગાયોના મોતથી પશુપ્રેમીઓમાં દુઃખની લાગણી ફરી વળી છે. આ ઘટનાના પગલે સ્થાનિક સહીત ગૌ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. બજાણામાં એક સાથે 15 […]

Top Stories Gujarat Trending

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના પાટડીના બજાણા ગામે એક સાથે 15 ગાયનો મોત થતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ ગાયોના મોત ઝેરી ખોરાક ખાવાના કારણે  ગાયોના મોત થયા છે.

ગાયોના મોતથી પશુપ્રેમીઓમાં દુઃખની લાગણી ફરી વળી છે. આ ઘટનાના પગલે સ્થાનિક સહીત ગૌ પ્રેમીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

બજાણામાં એક સાથે 15 ગાયો અને બે બકરીના ઝેરી પદાર્થ ખાવાથી મોત નિપજ્યા છે. જેને લઇ જીવ દયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ગામના લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગાયોને ઝેરી પદાર્થ આપી મારી નાખવામાં આવી છે.

એક સાથે 15 ગાયોના મોત થતા ઘટના સ્થળ પર પોલીસ અને ડોકટરોની ટીમ પણ આવી પહોંચી હતી. પોલીસનું કહેવું છે કે પી.એમ. બાદ જ ગાયના મોતનુ કારણ ખબર પડશે.